Dang : શબરીધામ ટ્રસ્ટ માંથી ધારાસભ્ય વિજય પટેલને દૂર કરાયા, જાણો શું છે સમગ્ર મામલો
4 જૂનથી 6 જૂન દરમિયાન પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાના ડાંગ જિલ્લાના પ્રવાસ દરમિયાન થયો વિવાદ થયો હતો. પૂર્વ મંત્રી ગણપત વસાવા સાથે ધારાસભ્ય વિજય પટેલ ખ્રિસ્તી સમાજના અગ્રણી રાજેશ ગામીત અને જગદીશ ગામીતને પણ મંદિર ના ગર્ભ ગૃહમાં લઈ ગયા હતા.
શબરીધામ(Shabridham) ટ્રસ્ટ માંથી ધારાસભ્ય વિજય પટેલ(Vijay Patel -MLA )ને દૂર કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. ડાંગ (Dang)જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ એટલે સબરીધામ ફરી ચર્ચાની એરણે ચઢ્યું છે. શબરિધામ સેવા સમિતિના સભ્ય પદેથી ડાંગના ધારાસભ્યને મુક્ત કરવાનો સમિતિએ ઠરાવ કર્યો છે. મંદિરમાં સ્વામી અશિમાનંદના અધ્યક્ષ સ્થાને મળેલ ટ્રસ્ટની મિટિંગમાં સંઘના કાર્યકર એવા પ્રખર હિન્દુવાદી ધારાસભ્ય વિજય પટેલને દૂર કરવાનો નિર્ણય કરાયો છે. સબરિધામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવેલ ઠરાવ જેમાં સ્વામિ આશીમાનંદની સહી હોય તે પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. સમિતિ દ્વારા કરવામાં આવેલ ઠરાવ મુજબ ધારાસભ્ય વિજય પટેલે સબરિધામ ના સિધ્ધાંતથી વિપરીત વર્તન કરેલ હોવાથી સેવા સમિતિ દ્વારા સમિતિના સભ્ય પદેથી મુક્ત એટલે કે દૂર કરવામાં આવ્યા
4 જૂનથી 6 જૂન દરમિયાન પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાના ડાંગ જિલ્લાના પ્રવાસ દરમિયાન થયો વિવાદ થયો હતો. પૂર્વ મંત્રી ગણપત વસાવા સાથે ધારાસભ્ય વિજય પટેલ ખ્રિસ્તી સમાજના અગ્રણી રાજેશ ગામીત અને જગદીશ ગામીતને પણ મંદિર ના ગર્ભ ગૃહમાં લઈ જતા વિવાદ ધારાસભ્ય વિજય પટેલ સબરિધામ સેવા સમિતિ ટ્રસ્ટી હોવા છતાં નિયમ તોડ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. હિન્દૂ સંસ્કૃતિના પ્રતિક સમાન સબરિધામમાં અન્ય ધર્મના લોકોને પ્રવેશ ઉપર પ્રતિબંધ હોવાનું જાણતા હોવા છતાં વિજય પટેલ પોતાની સાથે ખ્રિસ્તી સમાજના આગેવાનને મંદિરમાં લઈ ગયા હતા. સમિતિના સિદ્ધાંત વિરુદ્ધ વર્તન કર્યું હોય ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરી તેમને સભ્ય પદેથી દૂર કરવામાં આવ્યા છે. ઠરાવ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિજય પટેલ સમર્થકોમાં નારાજગી છવાઈ છે.