DANG : ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા દારૂની હેરાફેરી વધતાં પોલીસે ચેકિંગ વધારી દીધુ છે. ત્યારે ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન દારૂ ઝડપી પાડ્યો છે. ટામેટા ભરેલા પ્લાસ્ટિકના કેરેટમાં લઈ જવાતા દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે.. પોલીસે અમદાવાદ લઈ જવાતા 26 લાખના દારૂ સહિત 38.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતને જોડતી સરહદ ઉપર સાપુતારા પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું.
આ દરમિયાન GJ-27-TT-4131 નંબરના ટેમ્પોમાં ચેકિંગ કરતા કેરેટમાં ટામેટા ભરેલા હતા. જોકે પોલીસને શંકા જતાં અંદરથી પૂંઠાના બોક્સ મળી આવ્યા હતા. જેમાં દારૂ છૂપાવેલો હતો. આ દારૂ મહારાષ્ટ્રના વનીથી અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હતો. રૂપિયા 26 લાખનો આ દારૂ ભારતીય બનાવટનો હોવાનું જાણવા મળ્યું છે.. પોલીસે ટેમ્પોચાલક વિનોદકુમાર ગઠરિયાની ધરપકડ કરી છે.
આગામી 19 તારીખે યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી અનુસંધાને પોલીસ દ્વારા ગેરકાયદેસરની પ્રવૃત્તિની હેરાફેરી ના થાય તે માટે વાહન ચેકિંગની પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં ગુરુવારનાં રોજ ડાંગ પોલીસે પ્લાસ્ટિકનાં કેરેટની આડમાં અમદાવાદ લઈ જવાતો હતો. જેમાં 26 લાખના દારૂ સાથે 38,38,855 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કરી લીધો છે.