Dakor: ડાકોરમાં VIP દર્શનને લઈ મોટા સમાચાર, દિવ્યાંગો સહિત 3 ગામોના લોકોને નિઃશુલ્ક દર્શનની આપી છૂટ

|

Aug 31, 2023 | 10:38 AM

ડાકોરમાં VIP દર્શનને લઇને ઉઠેલા વિવાદના વંટોળ બાદ હવે આખરે ટ્રસ્ટે પારોઠના પગલાં ભર્યા છે. TV9ના અહેવાલ બાદ મંદિર ટ્રસ્ટે ડાકોરના ઠાકોરના દર્શનને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત તમામ સિનિયર સિટિઝન, દિવ્યાંગો, ગર્ભવતીઓ, ધાત્રી માતાઓ નિઃશુલ્ક ઠાકોરજીના સન્મુખ દર્શન કરી શકશે.આ ઉપરાંત ડાકોર, ઠાસરા અને ઉમરેઠ વિસ્તારના ભક્તો પણ મફતમાં સન્મુખ દર્શન કરી શકશે. બીજી તરફ અન્ય ભક્તો માટે રણછોડરાયજીના સન્મુખ દર્શન માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

Dakor: ડાકોરમાં VIP દર્શનને લઈને ઉઠેલા વિવાદના વંટોળ બાદ હવે આખરે ટ્રસ્ટે પારોઠના પગલાં ભર્યા છે. TV9ના અહેવાલ બાદ મંદિર ટ્રસ્ટે ડાકોરના ઠાકોરના દર્શનને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત તમામ સિનિયર સિટિઝન, દિવ્યાંગો, ગર્ભવતીઓ, ધાત્રી માતાઓ નિઃશુલ્ક ઠાકોરજીના સન્મુખ દર્શન કરી શકશે.

આ પણ વાંચો : Dakor: ડાકોર મંદિરમાં VIP દર્શનનો વિરોધ, નિર્ણય પાછો નહીં લેવાય તો આંદોલનની ચીમકી, જુઓ Video

આ ઉપરાંત ડાકોર, ઠાસરા અને ઉમરેઠ વિસ્તારના ભક્તો પણ મફતમાં સન્મુખ દર્શન કરી શકશે. બીજી તરફ અન્ય ભક્તો માટે રણછોડરાયજીના સન્મુખ દર્શન માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. હાલ પૂરતું ઓફિસમાં ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવી ભક્તો દર્શનનો લાભ લઈ શકશે. ભવિષ્યમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન થકી ભક્તોને સન્મુખ દર્શન કરાવવામાં આવશે.

સમગ્ર મામલે ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજવામાં આવશે. જે બાદ ટ્રસ્ટીઓ અંતિમ નિર્ણય લેશે. જો કે ડાકોર મંદિર ટ્રસ્ટના નવા નિર્ણયથી પણ વિરોધનો સૂર ઉઠવાના એંધાણ છે. કેમકે ફક્ત 3 ગામના નાગરિકોને મફત દર્શનની છૂટ મળતા અન્ય શહેરોના નાગરિકોને અન્યાય થઇ શકે છે.

 ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video