Dakor: ડાકોર મંદિરમાં VIP દર્શનનો વિરોધ, નિર્ણય પાછો નહીં લેવાય તો આંદોલનની ચીમકી, જુઓ Video
ડાકોર મંદિરમાં હવે વીઆઈપી દર્શનની વ્યવસ્થા ઉભી કરવાને લઈ વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા વિરોધ રજૂ કરવામાં આવ્યો છે. શનિવારે વિવિધ સંગઠનો દ્વારા મંદિરે પહોંચીને વીઆઈપી કલ્ચર વ્યવસ્થાને બંધ કરી દેવા માટે માંગ કરી હતી.
ડાકોર મંદિરમાં હવે દર્શન કરવા માટે અલગ જ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અત્યાર સુધી સામાન્ય રીતે થતા દર્શન સાથે હવે VIP દર્શનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ માટે 500 રુપિયા દર્શન માટે દર્શનાર્થી પાસેથી મંદિરમાં જમા કરવા પડશે. VIP કલ્ચર મંદિરમાં શરુ કરવાને લઈ હવે વિરોધના સૂર વિવિધ સંગઠનો તરફથી શરુ થયા છે. વીઆઈપીએ દર્શનની સુવિધા ઉભી કરવાને લઈ હોબાળો મચ્યો છે.
વિરોધ કરવા માટે હિન્દૂ સંગઠનો દ્વારા આ અંગે વિરોધ કરતા મંદિર પરિષદમાં પહોંચ્યા હતા. જ્યાં ટ્રસ્ટ મેનેજમેન્ટ આ નિર્ણય પરત ખેંચે એવી માંગણી કરવામાં આવી છે. સંગઠનના આગેવાને પણ કહ્યુ હતુ કે, આ સુવિધાને પરત ખેંચી લેવામાં આવે. જો આ નિર્ણય આપેલ સમયમર્યાદામાં પરત ખેંચવામાં નહીં આવેતો ઉપવાસ આંદોલન શરુ કરવામાં આવશે. આ પ્રકારની ચિમકી પણ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ Aravalli: શામળાજી હાઈવે પર કિન્નરોનો વિવાદ, અમદાવાદના વ્યંઢળે આવીને હુમલો કરતા પોલીસે તપાસ શરુ કરી
ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Aug 26, 2023 06:49 PM
Latest Videos