DAKOR : રણછોડરાયજી મંદિરે નંદમહોત્સવ રદ્દ કરવામાં આવ્યો, કોરોનાને કારણે ઉજવણી રદ્દ કરાઈ
Dakor Ranchodrayji temple : ચાલુ વર્ષે કોરોનાના કારણે નંદ મહોત્સવની ઉજવણી રદ્દ કરવામાં આવી છે. જોકે ડાકોર મંદિરના દરવાજાના ભક્તો માટે ખુલ્લા રખાતા આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રણછોડરાયજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા.
DAKOR : જન્માષ્ટમીના દિવસે કૃષ્ણજન્મ બાદ ડાકોરમાં ઉમટેલા ભક્તો ઠાકોરજીની ભક્તિમાં રંગાયા, જે બાદ આજે ભક્તોમાં નંદોત્સવને લઈ ભારે ઉત્સાહ હતો.પરંતુ ચાલુ વર્ષે કોરોનાના કારણે નંદ મહોત્સવની ઉજવણી રદ્દ કરવામાં આવી છે. જોકે ડાકોર મંદિરના દરવાજાના ભક્તો માટે ખુલ્લા રખાતા આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રણછોડરાયજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા.તો બીજી તરફ ભજન મંડળી નંદલાલાના ભજનમાં લીન થઈ ગઈ હતી.
ગઈકાલે 30 ઓગષ્ટે જન્માષ્ટમી પર્વ પર વિશ્વપ્રસિદ્ધ દ્વારિકાધીશ મંદિર, ડાકોરનું રણછોડરાય મંદિર, શામળાજી મંદિર સહીત રાજ્ય અને દેશભરના કૃષ્ણમંદિરોમાં ધામધૂમ પૂર્વક કૃષ્ણજન્મની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર રાજ્ય કૃષ્ણમાય બની ગયું હતું. કહેવાય છે કે શ્રીકૃષ્ણના જન્મોત્સવ બાદ નંદજીએ ઉત્સવ ઉજવ્યો હતો, જેને નંદોત્સવ કહેવામાં આવે છે. દર વર્ષે જન્માષ્ટમીના દિવસે કૃષ્ણજન્મની ઉજવણી બાદ નંદોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં બાળગોપાલને ભોગ પણ ધરાવવામાં આવે છે. .
30 ઓગષ્ટે રાત્રે ‘ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ’ના પ્રચંડ નાદ સાથે લાખો કૃષ્ણભક્તોએ ડાકોરના રણછોડ રાયજી મંદિરમાં વાલાના જન્મના વધામણા કર્યા.જન્માષ્ટમી પર્વને લઇને ડાકોરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.ઠાકોરના વિવિધ સ્વરૂપોના દર્શન કરી શ્રધ્ધાળુઓ ધન્ય થયા હતા..જન્મ બાદ રણછોડના મનમોહક સ્વરૂપના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા..‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ લાલ કી’ના ગગનભેદી નાદ સાથે ડાકોર શ્રીકૃષ્ણના રંગમાં રંગાઇ ગયું હતું.
જન્માષ્ટમી પર્વને લઈને મંદિર પરિસરને આબેહૂબ તોરણો તેમજ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું.ડાકોરના ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈ દ્વારિકાનો નાથ ડાકોર ખાતે પધાર્યા હતા, ત્યારે ફરી ભગવાન સાક્ષાત ડાકોરમાં પધાર્યા હોય તેવી રીતે ભક્તોએ હર્ષોઉલ્લાસથી ઉજવણી કરી હતી.
આ પણ વાંચો : AHMEDABAD : કૃષ્ણજન્મ બાદ ભાડજ ઇસ્કોન મંદિરમાં નંદોત્સવ ઉજવાયો, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રભુના દર્શન કર્યા