Gujarati Video : દાહોદમાં લોટરીની લાલચે મહિલાએ ગુમાવ્યા 17 લાખ રુપિયા, ભેજાબાજે વોટસએપ પર મેસેજ ડીલીટ કરતા નોંધાઈ ફરિયાદ

|

Aug 31, 2023 | 2:49 PM

દાહોદની બુરહાની સોસાયટીમાં રહેતા 36 વર્ષીય મહિલાને ભેજાબાજો વોટસએપ પર જુદા જુદા નંબરો પરથી મેસેજ કરતા હતા. અને વાઉચર નંબર સિલેક્ટ કરાવી કુલ એક કરોડ ચાલીસ લાખની લોટરી લાગી હોવાની લાલચ આપતા હતા. જેથી મહિલા ભેજાબાજોની લાલચમાં આવી ગઇ અને છેતરપિંડીનો ભોગ બની હતી. ભેજાબાજોએ મહિલાને લાલચમાં ફસાવી કુલ 17 લાખ રૂપિયા ઓનલાઈન પડાવી લીધા છે.

Dahod : લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે આ કહેવત ફરી એકવાર સાચી સાબિત થઈ છે. લોટરીની લાલચમાં એક મહિલાએ 17 લાખ ગુમાવ્યાં હોવાનું સામે આવ્યુ છે. આવી જ એક ઘટના દાહોદમાં બની છે કે જ્યાં બુરહાની સોસાયટીમાં રહેતા 36 વર્ષીય મહિલાને ભેજાબાજો વોટસએપ પર જુદા જુદા નંબરો પરથી મેસેજ કરતા હતા. અને વાઉચર નંબર સિલેક્ટ કરાવી કુલ એક કરોડ ચાલીસ લાખની લોટરી લાગી હોવાની લાલચ આપતા હતા.

આ પણ વાંચો  : Dahod: અનોખા અંદાજમાં શિક્ષણપ્રધાન, પ્રવાસીઓ માટે ગાઇડ બન્યા કુબેર ડીંડોર, જુઓ Video

જેથી મહિલા ભેજાબાજોની લાલચમાં આવી ગઇ અને છેતરપિંડીનો ભોગ બની હતી. ભેજાબાજોએ મહિલાને લાલચમાં ફસાવી કુલ 17 લાખ રૂપિયા ઓનલાઈન પડાવી લીધા છે. જો કે 17 લાખ પડાવી લીધા બાદ મહિલાને કોઇ લોટરી લાગી ન હતી. એટલું જ નહીં ભેજાબાજે મેસેજ ડીલીટ કરી દેતા છેવટે મહિલાએ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

દાહોદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video