દાહોદના આદિવાસી યુવાનોએ મુંડન કરાવીને કર્યો વિરોધ, પોલીસ અધિકારી સામે આ બાબતે કડક કાર્યવાહી કરવા માગ
રાજ્ય સરકાર પ્રધાન નિમિષા સુથારનો આદિવાસી પરિવાર વિરોધ કરવા પહોંચ્યો હતો. ત્યારે પોલીસે પરિવારની અટકાયત કરી હતી. આ સમયે ગેરવર્તન થયાનો આક્ષેપ લગાવ્યો છે.
Dahod: દાહોદમાં આદિવાસી (Tribal) પરિવારના યુવક સાથે પોલીસ અધિકારી દ્વારા ગેરવર્તણૂક થઈ હોવાના આક્ષેપ લાગ્યા છે. જેના પગલે જિલ્લા પોલીસ (Dahod Police) વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આદિવાસી પરિવારના યુવકે જાહેરમાં મુંડન કરાવી પોલીસ અધિકારી વિરૂદ્ધ સુત્રચાર કર્યા હતા. સાથે જ આવેદન પત્રમાં માંગ કરવામાં આવી છે કે, પોલીસ અધિકારી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
પોલીસ દ્વારા ગેરવર્તન?
ઘટનાની વિગતવાર વાત કરીએ તો. લીમખેડા ખાતે મોર્ડન સ્કુલનું લોકાર્પણ કાર્યક્રમ હતો. રાજ્ય સરકાર પ્રધાન નિમિષા સુથારનો આદિવાસી પરિવાર વિરોધ કરવા પહોંચ્યો હતો. ત્યારે પોલીસે પરિવારની અટકાયત કરી હતી. પરિવારનો આક્ષેપ છે કે, પોલીસ અધિકારી દ્વારા પરિવારના બે યુવાનને વાળ પકડી ધક્કામુકી કરવામાં આવી હતી સાથે અપમાનજનક શબ્દો કહેવામાં આવ્યા હતા.
મુંડન કરાવીને વિરોધ
આ ઘટનાને લઈને પરિવાર તેમજ આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસના આ વર્તણુકના આક્ષેપ સાથે ભારે વિરોધ તેઓ દર્શાવી રહ્યા છે. ત્યારે આવામાં પરિવાર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ યુવાને જાહેરમાં મુંડન કરાવ્યું હતું.
આ પણ વાંચો: CM પદે કાર્યભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત સત્તાવાર રાજકોટની મુલાકાતે, જાણો સમગ્ર કાર્યક્રમ વિશે
આ પણ વાંચો: કોગ્રેસના આ દિગ્ગજ નેતાએ ગુજરાત સરકારને ગણાવી સુપર સ્પ્રેડર, CR પાટીલ વિશે આપી દીધું આ મોટું નિવેદન
આ પણ વાંચો: Ahmedabad: મુખ્યમંત્રીની AMC અધિકારીઓ સાથે બેઠક, કાઈટ ફેસ્ટીવલ અને ફ્લાવાર શો વિશે લેવાયો આ મોટો નિર્ણય