CM પદે કાર્યભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે, જાણો સમગ્ર કાર્યક્રમ વિશે

CM પદે કાર્યભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે, જાણો સમગ્ર કાર્યક્રમ વિશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 8:25 AM

આજે મુખ્યમંત્રી કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત રાજકોટ પ્રવાસે છે. ત્યારે તેમના બે થી અઢી કિલોમીટરના રોડ શોમાં અનેક આકર્ષણના કેન્દ્ર જોવા મળશે.

CM in Rajkot: રાજકોટમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો (CM Bhupendra Patel) ભવ્ય રોડ-શો (Road Show) યોજાશે. મુખ્યપ્રધાન પદે કાર્યભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત સત્તાવાર રાજકોટની મુલાકાત લેશે. તો સવારે 10.30 કલાકે એરપોર્ટ પર CM ભૂપેન્દ્ર પટેલનું આગમન થશે. જ્યાં પૂર્વ CM વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિત 5 પ્રધાન ઉપસ્થિત રહેશે.

આ છે રોડ શોનો રૂટ

CM ભૂપેન્દ્ર પટેલના અઢી કિલોમીટરના રોડ-શોને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ફ્લેગઓફ કરાવશે. જણાવી દઈએ કે રાજકોટ એરપોર્ટથી શરૂ થથતો આ રોડ-શો યાગ્નિક રોડ થઈ ધર્મેન્દ્રસિંહ કોલેજ પર પૂર્ણ થશે. આ રોડ-શોના રૂટ પર 80 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં વિવિધ સંગઠન, સામાજિક સંસ્થા, અને ભાજપ કાર્યકરો મુખ્યપ્રધાનનું અભિવાદન કરશે.

રોડ શો બનશે આકર્ષણનું કેન્દ્ર !

રાજકોટના બે થી અઢી કિલોમીટરના રોડ શોમાં અનેક આકર્ષણના કેન્દ્ર જોવા મળશે. ખુલ્લી જીપમાં સીએમ પટેલ,પૂર્વ સીએમ રૂપાણી સહિત પાંચ રાજ્યના મંત્રીઓ અને શહેર ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. રોડ શોમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ બાઇક સાથે ઘોડે સવાર,વિન્ટેજ કાર સહિતના આકર્ષણના કેન્દ્રો રહેશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.

કોરોના કાળમાં રોડ શો પર કોંગ્રેસે ઉભા કર્યા સવાલ

એક તરફ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે અને બીજી તરફ મુખ્યપ્રધાન રોડ શોનો કોંગ્રેસે વિરોધ કર્યો છે.કોંગ્રેસના નેતાઓએ મુખ્યમંત્રી લોકોના જીવ જોખમમાં મૂકવા આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો અને કોરોનાના કપરાં કાળમાં ભાજપના કાર્યકર્તાઓ સુપરસ્પ્રેડર બનશે તેવો આક્ષેપ કર્યો હતો અને આ રોડ શો રદ્દ કરવાની માંગ કરી હતી.

 

આ પણ વાંચો: કોગ્રેસના આ દિગ્ગજ નેતાએ ગુજરાત સરકારને ગણાવી સુપર સ્પ્રેડર, CR પાટીલ વિશે આપી દીધું આ મોટું નિવેદન

આ પણ વાંચો: Ahmedabad: મુખ્યમંત્રીની AMC અધિકારીઓ સાથે બેઠક, કાઈટ ફેસ્ટીવલ અને ફ્લાવાર શો વિશે લેવાયો આ મોટો નિર્ણય

Published on: Dec 31, 2021 08:23 AM
g clip-path="url(#clip0_868_265)">