ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા, દાહોદમાં રોષ, જુઓ Video
દાહોદના ફતેપુરા ગ્રામ પંચાયતમાં જન્મ પ્રમાણપત્ર કાઢવા માટે VCE દ્વારા રૂપિયા લેવાઈ રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે.
દાહોદ જિલ્લાના ફતેપુરા ગ્રામ પંચાયતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં VCE દ્વારા જન્મ પ્રમાણપત્ર કાઢી આપવા બદલ રૂપિયા લેવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ચર્ચા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
માહિતી મુજબ, જન્મ પ્રમાણપત્ર માટે અરજદારો પાસેથી 200 રૂપિયા સુધીની ઉઘરાણી કરવામાં આવી રહી હોવાનો દાવો વીડિયોમાં કરવામાં આવ્યો છે. કેટલાક લોકોએ આરોપ લગાવ્યો છે કે પ્રમાણપત્ર ઝડપથી કાઢી આપવા માટે નિયમ વિરુદ્ધ રીતે રૂપિયા લેવામાં આવે છે.
સરકારી નિયમો અનુસાર, બાળકના જન્મ પછી 21 દિવસની અંદર જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરવામાં આવે તો કોઈપણ પ્રકારનો ચાર્જ લાગતો નથી. જ્યારે એક વર્ષથી વધુ સમય બાદ પ્રમાણપત્ર કાઢાવવું હોય ત્યારે નિયમ મુજબ માત્ર 50 રૂપિયાનું ચલણ ભરવાનું હોય છે.
આ વચ્ચે, વાયરલ વીડિયોને લઈને અનેક સવાલો ઉભા થયા છે. ગ્રામ પંચાયત સ્તરે નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તે મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે, વાયરલ વીડિયોની સત્યતા અંગે TV9 દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
ઉદ્યોગો ગુજરાતમાં તો CSR ફંડ રાજ્ય બહાર કેમ? હર્ષ સંઘવીની કડક ટકોર
