આજનું હવામાન : ગુજરાત પર તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ ! અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળ્યું છે. જેમાં સૌથી ઓછું તાપમાન ગુજરાતના નલિયામાં નોંધાય છે. જો કે આગામી 7 દિવસ સુધી ઠંડીનું પ્રમાણ યથાવત રહે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

ગુજરાત પર તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક ખૂબ જ નિર્ણાયક છે કારણ કે આ સમયગાળામાં લો-પ્રેશર સંપૂર્ણ વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. ચિંતાની વાત એ છે કે એક તરફ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય છે, તો બીજી તરફ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ ડબલ સિસ્ટમને કારણે ઉત્તર-પૂર્વ ચોમાસું વધુ સક્રિય બનશે અને દક્ષિણના રાજ્યોમાં મુશળધાર વરસાદ વરસાવશે.
હવામાન વિભાગના રિપોર્ટ મુજબ, હાલમાં આ સિસ્ટમ જમીની સીમાથી લગભગ 1,000 km દૂર છે અને ધીમે ધીમે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી તરફ આગળ વધી રહી છે. 26 નવેમ્બર બાદ તે સ્પષ્ટ થશે કે વાવાઝોડું તમિલનાડુ-આંધ્રના તટ તરફ જશે કે પછી ઉત્તર તરફ વળીને ઓડિશા અને બાંગ્લાદેશ તરફ ફંટાશે. સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ના ખેડવાની ચેતવણી આપી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો