આજનું હવામાન :ગુજરાત પર તોળાઈ રહ્યું છે ‘શક્તિ’ વાવાઝોડાનું સંકટ ! આ શહેરોમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં બનેલું ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું છે. જેના પગલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેની અસર જોવા મળી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં બનેલું ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું છે. જેના પગલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 5 ઓક્ટોબર સુધી ‘શક્તિ’ વાવાઝોડાની ગતિ વધી શકે છે. ત્યારે 6 ઓક્ટોબરે વાવાઝોડું ગુજરાત તરફ યુ-ટર્ન લે તેવી શક્યતા છે.
વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયા બાદ ધીમું પડવાની શક્યતા છે. જ્યારે 8 ઓકટોબરે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે. દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શકયતા છે. શક્તિ વાવાઝોડાની ગુજરાત પર ઓછી અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી છે. તો અમદાવાદમાં પણ છુટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરી છે.

