Cyclone Biporjoy : અબડાસાના છછી ગામને ખાલી કરાવવામાં તંત્રને કરવો પડ્યો મુશ્કેલીનો સામનો, પશુઓને છોડીને જવા માટે ગામ લોકો ન હતા તૈયાર, તંત્રની સમજાવટ બાદ માન્યા લોકો, જુઓ Video

Kutch: અબડાસાના દરિયા નજીકના ગામોને ખાલી કરાવવા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. જો કે પશુઓને છોડી જવા માટે ગામલોકો તૈયાર નથી. તંત્ર દ્વારા ગામલોકોને સમજાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ સ્થળાંતર કરવા માટે તૈયાર થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2023 | 6:03 PM

Kutch: રાજ્ય પર આવેલા વાવાઝોડા બિપોરજોયના (Cyclone Biporjoy) સંકટને જોતા કાંઠા વિસ્તારના ગામોને તકેદારીના ભાગ રૂપે ખાલી કરાવી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. જેમા કચ્છ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. ગામલોકોનું સ્થળાંતર કરવામાં કેટલીક જગ્યાએ NDRFના અને SDRFના જવાનોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. કચ્છના અબડાસામાં દરિયા કાંઠા નજીક આવેલા ગામોને તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ખાલી કરાવવામાં આવી રહ્યા છે.

પશુઓને છોડી છછી ગામના લોકો સ્થળાંતર કરવા ન હતા તૈયાર

નલિયા નજીક આવેલ છછી ગામના લોકોનું સ્થળાંતર કરાવવામાં તંત્રને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગામલોકો તેમના પશુઓને છોડીને જવા માટે તૈયાર ન હતા. 800 લોકોની વસ્તી ધરાવતા આ છછી ગામમાં 1200થી વધુ પશુઓની સંખ્યા છે. ત્યારે ગામલોકોને વાવાઝોડુ ત્રાટકે તો તેમના માલઢોરનું શું થશે તેની ચિંતા સતાવી રહી હતી. આથી તેઓ ગામ છોડી જવા તૈયાર ન હતા. જો કે બાદમાં તંત્રની ભારે સમજાવટ બાદ તેઓ ગામ છોડી જવા માટે તૈયાર થયા હતા.

આ પણ વાંચો: Cyclone Biparjoy ને લઈને શ્રદ્ધાળુઓને સોમનાથ દર્શન માટે ન આવવા સોમનાથ ટ્રસ્ટની અપીલ

વાવાઝોડા બિપરજોયથી 8 જિલ્લાના 6 લાખ લોકોના પ્રભાવિત થવાની સંભાવના

ગામલોકોની સમજાવટ માટે તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસની ટીમ છછી ગામ પહોંચી હતી અને તંત્રની સમજાવટ બાદ ગામલોકોના સ્થળાંતરનું કામ શરૂ કરાયુ હતુ. આપને જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર અતિ વિનાશક વાવાઝોડા બિપોરજોયનો ખતરો તોળાઈ રહ્યો છે. કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર જિલ્લામાં ભારે પવન ફુંકાશે અને તેની અસર હેઠળ લગભગ 8 જિલ્લાના 6 લાખ લોકો પ્રભાવિત થવાની શક્યતા છે.

Input Credit- Jay Dave- Abdasa, Kutch

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ
દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ
અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
g clip-path="url(#clip0_868_265)">