Cyclone Biparjoy ને લઈને શ્રદ્ધાળુઓને સોમનાથ દર્શન માટે ન આવવા સોમનાથ ટ્રસ્ટની અપીલ

વાવાઝોડાને લઈને બહારથી આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ સમય દરમ્યાન તેઓને સોમનાથ દર્શન માટે ન આવવા માટે ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવે છે.

Cyclone Biparjoy ને લઈને શ્રદ્ધાળુઓને સોમનાથ દર્શન માટે ન આવવા સોમનાથ ટ્રસ્ટની અપીલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2023 | 1:24 PM

Gir Somnath: તાજેતરમાં જ બિપરજોય વાવાઝોડાને (Cyclone Biparjoy) લઈને રેલવે દ્વારા સોમનાથ આવતી જતી રેલવે તથા બસ સર્વિસ પણ બંધ કરવામાં આવી છે. વાવાઝોડાને લીધે બહારથી આવતા શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં ન મુકાય તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને આ સમયમાં સોમનાથ દર્શન  (Somnath Temple) માટે ન આવવા અપીલ કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખી સમુદ્રપથ પ્રોમોનેડ (વોક-વે) બંધ કરવામાં આવ્યો છે. તેમજ સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ બંધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો-Cyclone Biparjoy: જામનગરના અંધાશ્રમ આવાસમાંથી 1500 જેટલા લોકોનું કરાયું સ્થળાંતર, શાળાઓમાં બે દિવસની રજા, જુઓ Video

સોમનાથ પધારેલા યાત્રિકો માટે ટ્રસ્ટ દ્વારા રહેઠાણ અને ભોજન વ્યવસ્થા વગેરેમાં શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે તેમજ સોમનાથ મંદિરમાં દર્શન પણ થાય તે માટે ટ્રસ્ટ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી છે. પરંતુ વાવાઝોડાને લઈને બહારથી આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ સમય દરમ્યાન તેઓને સોમનાથ દર્શન માટે ન આવવા માટે ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવે છે. ગીર સોમનાથમાં બિપરજોય વાવાઝોડાને લઈને વેરાવળ સોમનાથ દરિયામાં કરન્ટ જોવા મળી રહ્યો છે. જેના કારણે દરિયાના મોજામાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે. તો પવનની ગતિમાં પણ ભારે વેગ જોવા મળ્યો છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

દેવભૂમિ દ્વારકામાં વાવાઝોડાની અસરથી દરિયાનું પાણી મંદિરમાં ઘૂસ્યું

અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઇ રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકામાં વાવાઝોડાની અસરથી દરિયાનું પાણી મંદિરમાં ઘુસ્યા છે. દ્વારકાના ગોમતી ઘાટ પર આવેલા શ્રી કૃષ્ણ મંદિરમાં દરિયાના પાણી ઘુસ્યા છે. સમુદ્રમાં કરંટ હોવાથી સમુદ્રના પાણી મંદિરમાં ઘુસ્યા છે.

તો બીજી તરફ ભક્તિના માર્ગે પણ વાવાઝોડાનો સામનો થઈ રહ્યો છે. વાવાઝોડાના મહાસંકટથી રક્ષણ મેળવવા દ્રારકાધીશના જગત મંદિર પર એક સાથે બે ધજા ફરકાવવામાં આવી છે. સામાન્ય દિવસે એક જ ધજા ફરકાવવામાં આવે છે પણ આજે બીજી ધજા વાવાઝોડા સામે રક્ષણના હેતુથી ચઢાવવામાં આવી છે. અગાઉ જ્યારે તાઉતે વાવાઝોડું આવ્યું ત્યારે આ પ્રકારે 2 ધજા ફરકાવતા મંદિર સહિત સમગ્ર પંથકને વાવાઝોડાથી રક્ષણ મળ્યું હતું.

બીજી તરફ સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર દ્વારા પણ ભક્તોને 16 જૂન સુધી દાદાના દર્શન માટે ન આવવા અપીલ કરવામાં આવી છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">