Cyclone Biparjoy : કચ્છમાં ભારે પવનના કારણે ઉડ્યા લોકોના ઘરના પતરા, જૂઓ Video

Cyclone Biparjoy : કચ્છમાં ભારે પવનના કારણે ઉડ્યા લોકોના ઘરના પતરા, જૂઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2023 | 4:09 PM

કચ્છમાં (Kutch) વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. કચ્છમાં ખૂબ જ ભારે પવન ફુંકાઇ રહ્યો છે. કચ્છના વિવિધ બંદરો પર પણ દરિયાના મોજા ઊંચા ઉછળતા જોવા મળી રહ્યા છે.

Cyclone Biparjoy: ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલા ગંભીર ચક્રવાતની અસર જોવા મળી રહી છે. ચક્રવાતી વાવાઝોડું બિપરજોય 15 જૂને સાંજે જખૌ (Jakhau) કિનારે લેન્ડફોલ કરશે અને ત્યારબાદ તે કચ્છના રણ થઈને રાજસ્થાન તરફ આગળ વધે તેવી શક્યતા છે. જો કે કચ્છમાં (Kutch) વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. કચ્છમાં ખૂબ જ ભારે પવન ફુંકાઇ રહ્યો છે. કચ્છના વિવિધ બંદરો પર પણ દરિયાના મોજા ઊંચા ઉછળતા જોવા મળી રહ્યા છે. તો ભારે પવનના કારણે અનેક વૃક્ષ પણ ધરાશાયી થઇ રહ્યા છે. પવનના (wind) કારણે લોકોના ઘરના છાપરા ઉડતા હોવાનું પણ સામે આવ્યુ છે.

આ પણ વાંચો- સુરત કોર્ટમાં આત્મઘાતી હુમલાના ફિરાકના પગલે બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડનું સઘન ચેકિંગ

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 15, 2023 04:00 PM
g clip-path="url(#clip0_868_265)">