Cyclone Biporjoy : વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, હજી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી, જુઓ Video

Cyclone Biporjoy : વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, હજી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2023 | 1:33 AM

બનાસકાંઠા, જામનગર, ભાવનગર, મુંદ્રા, વગેરે વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. કેટલાય વિસ્તારોમાં નુકશાનીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જેમાં રાહત કામગીરી માટે NDRF, આર્મી, નેવી તમામ કામે લાગ્યા હતા. હજી પણ કેટલાય વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Cyclone Biporjoy : બિપરજોય વાવાઝોડાના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદનું (Rain) આગમન થયું હતું. સાથી વધુ કચ્છમાં સૌથી વધુ વરસાદ થયો છે. બનાસકાંઠા, જામનગર, ભાવનગર, મુંદ્રા, વગેરે વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. કેટલાય વિસ્તારોમાં નુકશાનીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જેમાં રાહત કામગીરી માટે NDRF, આર્મી, નેવી તમામ કામે લાગ્યા હતા.

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ હજી પણ આગામી સમયમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છ, મોરબી, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. રાજસ્થાનના દક્ષિણ ભાગમાં પણ અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બિપરજોય વાવાઝોડાની રિયલ ટાઈમ સ્થિતિની કરાઈ સમીક્ષા, શું છે કચ્છની સ્થિતિ, જુઓ Video

બિપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર, કચ્છના અનેક વિસ્તારોમાંથી પસાર થઈ ગયું છે. ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાવાઝોડાની અસર હેઠળ કેટલાક સ્થળે ગુરૂવારે વરસાદ નોંધાયો હતો. તો દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં કેટલાક સ્થળે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી અને અમદાવાદમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. મહત્વનુ છે જે વાવાઝોડા બાદ કેટલાય વિસ્તારોમાં જે નુકશાન થયું છે જેને લઈ તંત્ર બીજા દિવસે સરવે કરશે જે બાદ સમગ્ર માહિતી સામે આવશે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 16, 2023 01:21 AM
g clip-path="url(#clip0_868_265)">