Cyclone Biporjoy : વડોદરામાં ચિખોદરા ધનિયાવીમાં તોફાની પવનને કારણે દીવાલ પડતા એક મહિલાનું મોત
Vadodara: વડોદરાના ચિખોદરા ધનિયાવીમાં વાવાઝોડાના કારણે એક મહિલાનું મોત થયુ છે. તેજ ગતિથી પવન ફુંકાતા દીવાલ ધરાશાયી થઈ હતી. મહિલા ઘાસચારો નાખવા ગઈ એ સમયે જ દીવાલ ધરાશાયી થતા મહિલા દીવાલ નીચે દબાતા તેનુ મોત નિપજ્યુ હતુ.
Vadodara: રાજ્યમાં બિપરજોય વાવાઝોડા (Cyclone Biporjoy)ની હજુ 36 કલાક સુધી અસર રહેશે. વાવાઝોડાને કારણે વરસાદ અને તોફાની પવન ફુંકાવાનુ શરૂ છે. વડોદરામાં ભારે પવન ફુંકાતા મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. આ દીવાલ નીચે એક મહિલા દબાતા તેનું મોત નીપજ્યુ હતુ. મહિલા તેના પશુઓને ઘાસચારો નાખવા માટે નમી એ જ સમયે દીવાલ ધરાશાયી થતા દીવાલ નીચે દબાતા મહિલાનું મોત થયુ છે. ફાયર બ્રિગેડની ટીમે મહિલાને બહાર કાઢી હતી. જો કે હોસ્પિટલ લઈ જતા પહેલા જ મહિલાનું મોત નીપજ્યુ હતુ.
આ પણ વાંચો : Ambaji માં પણ Cyclone Biparjoyની અસર વર્તાઇ, ભારે વરસાદ બાદ ગબ્બર દર્શન માટે બંધ કરાયો
શહેરમા નાગરવાડા વિસ્તારમાં આવેલ વૃક્ષ ધરાશાયી થતા ત્રણ લોકોને ઈજા પહોંચી છે. મહાનગરપાલિકા વોર્ડ નંબર 7ની ઓફિસ પાસે વડનું વિશાળકાળ વૃક્ષ એકાએક ભારે પવન ફુંકાતા ધરાશાયી થયુ હતુ. વૃક્ષ ત્રણ લોકો પર પડતા તેમને ભારે ઈજા પહોંચી છે. એક રિક્ષા અને બે ટુવ્હીલર વાહનોને પણ વૃક્ષ પડતા નુકસાન પહોંચ્યુ છે. વૃક્ષ પડી જતા નાગરવાડા જતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટનાસ્થળે જઈ રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. તેમજ વૃક્ષો કાપી માર્ગ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી. જો કે બીજી તરફ ઈજાગ્રસ્ત થયેલા લોકોનો આરોપ છે કે વૃક્ષ જોખમી સ્થિતિમાં હોવાની અનેકવાર અરજી કર્યા છતા તંત્ર દ્નારા કોઈ ધ્યાન દેવામાં આવ્યુ ન હતુ.