Cyclone Biparjoy : કચ્છમાં અત્યાર સુધીમાં 9 હજાર લોકોનું કરાયુ સ્થળાંતર, 131 ગર્ભવતી મહિલાઓને સલામત સ્થળે ખસેડાઈ

Kutch: કચ્છમાં વાવાઝોડાની સ્થિતિને જોતા તંત્ર ખડેપગે સજ્જ છે. જિલ્લામાં વાવાઝોડાની ગંભીરતાને જોતા લોલાઈન એરિયામાંથી 9000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જેમા 131 સગર્ભા મહિલાઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2023 | 9:34 PM

Kutch: કચ્છમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની સ્થિતિને પગલે ઝીરો કેઝ્યુલિટીના લક્ષ્ય સાથે તંત્ર સજ્જ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કાંઠા વિસ્તારમાં અને નીચાણવાળા વિસ્તારોમાં વસતા 9000 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જેમા 131 ગર્ભવતી મહિલાઓને સલામત સ્થળે ખસેડવામાં આવી છે. જિલ્લામાં કુલ 21000 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવશે. 187 આશ્રય સ્થાનોમાં લોકોને સલામત રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક સેન્ટર પર ફુડ પેકેટ, મેડિકલ કિટ સહિત જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલમાં 1874 બેડ ઉપલબ્ધ છે. 270 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો: Kutch: NDRFની ટીમ પહોંચી કચ્છ, લો લાઈન એરિયામાં કરી રેકી, જુઓ PHOTOS

જિલ્લાના જખૌ બંદર સહિત 18 દરિયાઈ વિસ્તારમાં 1900 બોટ સુરક્ષિત છે. જખૌ બંદર પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દૂધ સાગર ડેરી પાસેથી દૂધ પાઉડર મગાવી શેલ્ટર હોમ પહોંચાડવામાં આવશે. આ તરફ કંડલા પોર્ટ પણ ખાલી કરાવવામાં આવ્યો છે. પોર્ટના તમામ કામદારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કંડલા પોર્ટના ચેરમેન સુરેશ મહેતાની Tv9 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ કે અમારો હેતુ ઝીરો કેઝ્યુઆલિટીનો છે.

આ તરફ સામાજિક સંસ્થાઓ પણ લોકોની મદદ માટે આગળ આવી છે. સ્થાળાંતરિત કરાયેલા લોકો માટે ફુડ પેકેટની પણ વ્યવસ્તા કરવામાં આવી રહી છે. સ્વામીનારાયણની સંસ્થા દ્વારા લોકો માટે નાસ્તાના પેકેટ્સ બનાવી પહોંચાડવામાં આવી રહ્યા છે.

Input Credit- Ronak Varma- Mandvi, Kutch

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આજનું રાશિફળ વીડિયો:આ રાશિના જાતકોને વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો:આ રાશિના જાતકોને વેપારમાં થશે ફાયદો
આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ ? હવામાન વિભાગે કરી આગાહી
આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ ? હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત સરકારની જાહેરાત, 24700 શિક્ષકોની કરાશે ભરતી
ગુજરાત સરકારની જાહેરાત, 24700 શિક્ષકોની કરાશે ભરતી
ભવ્ય શોભાયાત્રા સાથે નિજમંદિરે લવાયું મામેરું
ભવ્ય શોભાયાત્રા સાથે નિજમંદિરે લવાયું મામેરું
ડાકોરમાં 3 મહિના પહેલા લોકાર્પણ કરેલા બ્રિજમાં પડ્યા મસમોટા ગાબડા
ડાકોરમાં 3 મહિના પહેલા લોકાર્પણ કરેલા બ્રિજમાં પડ્યા મસમોટા ગાબડા
રાજકોટ અગ્નિકાંડ મામલે પહેલી પરમીશનથી ઘટનાના સુધીનો રિપોર્ટ તૈયાર
રાજકોટ અગ્નિકાંડ મામલે પહેલી પરમીશનથી ઘટનાના સુધીનો રિપોર્ટ તૈયાર
ભ્રષ્ટ સાગઠીયાને કસ્ટડીમાં મળવાની BJP નેતા રમેશ રુપાપરાને કેમ જરૂર પડી
ભ્રષ્ટ સાગઠીયાને કસ્ટડીમાં મળવાની BJP નેતા રમેશ રુપાપરાને કેમ જરૂર પડી
તાજપુરમાં વીજ કરંટ લાગતા યુવક ઘરમાંજ ઢળી પડ્યો, પ્રાંતિજમાં બીજી ઘટના
તાજપુરમાં વીજ કરંટ લાગતા યુવક ઘરમાંજ ઢળી પડ્યો, પ્રાંતિજમાં બીજી ઘટના
બનાસકાંઠાઃ આકાશી તાંડવથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા, પાક ધોવાઈ ગયો, જુઓ
બનાસકાંઠાઃ આકાશી તાંડવથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા, પાક ધોવાઈ ગયો, જુઓ
લીમડી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
લીમડી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
g clip-path="url(#clip0_868_265)">