Amreli: દરિયો બન્યો તોફાની, જાફરાબાદના દરિયાકાંઠે આવેલા શિયાળ બેટ સહિત 9 ગામડાંને એલર્ટ કરાયા, જુઓ Video

| Edited By: | Updated on: Jun 11, 2023 | 6:09 PM

અમરેલીના જાફરાબાદ દરિયા કિનારે દરિયાનું તોફાની સ્વરૂપ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આસપાસના 9 ગામડાંને એલર્ટ કરાયા છે. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 24 ક્લાક એક્ટિવ કરાયું છે. વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.

Amreli: જાફરાબાદ બંદર પર દરિયો તોફાની બન્યો છે. જેને લઈને તંત્ર એલર્ટ છે. દરિયામાં કરંટ સાથે તોફાની સ્વરૂપ જોવા મળ્યું. ઉંચા ઉંચા મોજાં ઉછળી રહ્યા છે. ત્યારે જાફરાબાદના (Jaffrabad) દરિયાકાંઠે આવેલા શિયાળ બેટ સહિત 9 ગામડાંને એલર્ટ કરાયા છે. સાથે જ વાવાઝોડાને લઈ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સતત એક્ટિવ છે. હાલ બિપોરજોય વાવાઝોડું પોરબંદરના દરિયાકાંઠેથી 500 કિલોમીટર દૂર છે. તો આગામી 24 કલાકમાં વાવાઝોડું વધારે મજબૂત બનશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: સોમનાથમાં દરિયાકિનારા નજીક ઝુંપડામાં રહેતા 125 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, જુઓ Photos

હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અમદાવાદ ઉપરાંત સુરત, વલસાડ અને નવસારી પંથકમાં વરસાદ પડી શકે છે. વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. રાજ્યના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તો વાવાઝોડાની અસરને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વેગવાન બનશે.

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 11, 2023 06:09 PM