Gir Somnath : ભારે વરસાદ વચ્ચે દરિયો તોફાની બન્યો, વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું
ગીર સોમનાથમાં(Gir Somnath) સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ગીર સોમનાથમાં વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં વેરાવળના પડંવા, ભેટાળી, માથાશુરીયા, લુભા, કોડીદ્રા અને આજુબાજુના ગામોમાં ખેતરોમાં પાણી ભરાયા છે.
ગુજરાતના(Gujarat) ગીર-સોમનાથ(Gir Somnath) જિલ્લાના વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના પગલે દરિયો તોફાની બન્યો છે. દરિયામાં કરંટ વધતા વહીવટી તંત્રએ માછીમારોને(Fisherman) દરિયો ન ખેડવા સૂચના આપી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આગામી 48 કલાક સુધી 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.છેલ્લા બે દિવસથી ગીર સોમનાથમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ગીર સોમનાથમાં વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં વેરાવળના પડંવા, ભેટાળી, માથાશુરીયા, લુભા, કોડીદ્રા અને આજુબાજુના ગામોમાં ખેતરોમાં પાણી ભરાયા છે. તેમજ પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાયા છે. જ્યારે વેરાવળના આસપાસના ગ્રામ્યમાં ધીમી ધારે વરસાદ યથાવત છે.
વરસાદ વરસતા જ ખેડૂતોમાં એક અલગ જ ખુશી જોવા મળી રહી છે. ત્યારે શહેરી વિસ્તારના લોકોને વરસાદથી ભરાયેલા પાણીને પગલે મુશ્કેલીઓ વધી છે અને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જેમાં સુરત અને નવસારીનો સમાવેશ થાય છે તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના કેટલાંક શહેરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદની આગાહી પર નજર કરીએ તો ડાંગ, તાપી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે તો પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા અને ગીરસોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે છે. જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.