Junagadh : બેંક ખાતામાંથી રુપિયા ટ્રાન્સફર કરી સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઇ, અમદાવાદ અને જૂનાગઢથી 8 આરોપી ઝડપાયા, જુઓ Video

| Edited By: | Updated on: Dec 17, 2024 | 11:35 AM

ડિજિટલ ભેજાબાજો દ્વારા મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઇપણ પ્રકારની લાલચ, છેતરપીંડી, ધાક-ધમકી, નાણાકીય ફ્રોડથી કે ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુના રોજે રોજ સાયબર ક્રાઇમમાં નોંધાય છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ રીતે રીતે બેંકના ખાતાઓમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપિંડી કરતી ગેંગો ઝડપાઇ છે.

દેશભરમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઈમના ગુનાઓ વધતા જાય છે. ડિજિટલ ભેજાબાજો દ્વારા મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઇપણ પ્રકારની લાલચ, છેતરપીંડી, ધાક-ધમકી, નાણાકીય ફ્રોડથી કે ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુના રોજે રોજ સાયબર ક્રાઇમમાં નોંધાય છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ રીતે રીતે બેંકના ખાતાઓમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપિંડી કરતી ગેંગો ઝડપાઇ છે.

કૂલ 8 આરોપીની થઇ ધરપકડ

બેંકના ખાતાઓમાંથી ઠગાઇ કરતી આ ગેંગ લોકોના એકાઉન્ટ ભાડેથી રાખીને તેમાં છેતરપિંડીથી મેળવેલા રૂપિયા ટ્રાન્સફર કરીને પોતાનું નેટવર્ક ચલાવતા હોય છે. જૂનાગઢમાં આવા જ કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમ પોલીસે અમદાવાદના મુખ્ય બે આરોપી તેમજ જૂનાગઢથી પાંચ મળી કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓ આ ખાસ મોડેસ ઓપરેન્ડી અપનાવતા

જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી જિલ્લાના અલગ અલગ બેંકના ખાતાધારકોને લોભામણી લાલચ આપી ભાડે ખાતા રાખી આ ગેંગ છેતરપિંડી આચરતી હતી. બેંક ખાતાઓ મારફત છેતરપિંડી આચરનાર અમદાવાદના બે મુખ્ય આરોપીઓ, જૂનાગઢના પાંચ આરોપીઓને આ છેતરપિંડી આચરવા કમિશન આપતા હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે.

છેતરપિંડી માટે જૂનાગઢના 200 જેટલા બેંક ખાતાનો ઉપયોગ થયાનું સામે આવ્યું છે..બેંક ખાતામાં કુલ 50 કરોડ 41 લાખના રૂપિયા ટ્રાન્સફર થયાનું સામે આવ્યું છે, ત્યારે ગુજરાત રાજ્ય બહારના અન્ય લોકોની પણ સંડોવણી બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.