Breaking News : શરીરના ગુપ્ત ભાગમાં સોનું છુપાવી અમદાવાદ આવ્યો, એરપોર્ટ પર AIUએ ઝડપી પાડ્યો

Breaking News : શરીરના ગુપ્ત ભાગમાં સોનું છુપાવી અમદાવાદ આવ્યો, એરપોર્ટ પર AIUએ ઝડપી પાડ્યો

| Updated on: Aug 09, 2026 | 7:23 PM

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના AIU યુનિટ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં જેદ્દાહથી આવેલી ફ્લાઇટના એક મુસાફર પાસેથી ₹65 લાખથી વધુની કિંમતનું 422.83 ગ્રામ શુદ્ધ સોનું જપ્ત કરવામાં આવ્યું છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ₹65 લાખથી વધુની કિંમતનું ગેરકાયદેસર સોનું જપ્ત કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જેદ્દાહથી દોહા થઈને અમદાવાદ આવેલી એક ફ્લાઇટના મુસાફર પાસેથી આ સોનું ઝડપી પાડવામાં આવ્યું હતું. આ મુસાફર દાહોદનો હોવાનું સામે આવ્યું છે. દાણચોરી કરવાના ઇરાદે મુસાફરે 467.09 ગ્રામ સોનું પેસ્ટ ફોર્મમાં પોતાના શરીરના ગુપ્ત ભાગમાં છુપાવીને લાવ્યો હતો. કસ્ટમ્સ અધિકારીઓની પ્રાથમિક તપાસ અને સોનાને શુદ્ધ કરવાની પ્રક્રિયા બાદ તેનું વજન 422.83 ગ્રામ શુદ્ધ સોનું હોવાનું માલુમ પડ્યું છે.

કસ્ટમ્સ વિભાગે તાત્કાલિક ધોરણે સોનાની દાણચોરી કરનાર આ મુસાફરની ધરપકડ કરી લીધી છે. હાલ, તેની પાસેથી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ દાણચોરી પાછળનો મુખ્ય હેતુ અને આમાં સંડોવાયેલા અન્ય કોઈપણ વ્યક્તિ કે આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરી શકાય. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ AIU દ્વારા કરવામાં આવેલી આ સફળ કાર્યવાહીએ સોનાની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.

સાગબારામાં આદિવાસી ખેડૂતોના જમીન અધિકાર માટે ધરણા, સાંસદ મનસુખ વસાવા જોડાયા

Follow Us
Loading...
Unable to load recommendations.