બનાસકાંઠાઃ 7 થી 8 કરોડ રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ, બેંકમાં ગ્રાહકોનો હોબાળો, જુઓ

|

May 19, 2024 | 2:51 PM

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક એક રોકાણ એજન્ટે ગ્રાહકોની રકમ બારોબાર બેંકમાંથી ઉપાડી લઈને છેતરપિંડી આચરી હોવાના આક્ષેપ થયા છે. લગભગ 7 થી 8 કરોડ રુપિયાની છેતરપિંડી આચરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ગ્રાહકોએ બેંકની શાખાએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો અને બેંકના અધિકારીઓને રજૂઆત કરી હતી.

હવે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક એક રોકાણ એજન્ટે ગ્રાહકોની રકમ બારોબાર બેંકમાંથી ઉપાડી લઈને છેતરપિંડી આચરી હોવાના આક્ષેપ થયા છે. લગભગ 7 થી 8 કરોડ રુપિયાની છેતરપિંડી આચરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ગ્રાહકોએ બેંકની શાખાએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો અને બેંકના અધિકારીઓને રજૂઆત કરી હતી.

ચિત્રાસણીમાં આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં ગ્રાહકોના ટોળા ઉમટ્યા હતા. ટોળાએ પોતાની રકમ બેંકમાંથી બારોબાર જ ઉપડી ગઈ હોવાનું જણાવતા જ બેંકના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જોકે ગ્રાહકોએ બેંક અધિકારી અને એજન્ટની મીલી ભગત હોવાના આક્ષેપ કર્યા હતા. બે દિવસથી ગ્રાહકોએ બેંકના અધિકારીઓને પૈસા ઉપાડી લેવાના મામલે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો:  લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

 

 

Next Video