રેસ્ટોરેન્ટના જમવામાં ઈયળ કે જીવડું નહીં, મોટો કાચનો ટુકડો નીકળ્યો, જુઓ Video

રેસ્ટોરેન્ટના જમવામાં ઈયળ કે જીવડું નહીં, મોટો કાચનો ટુકડો નીકળ્યો, જુઓ Video

Jignesh Patel
| Edited By: | Updated on: Dec 10, 2024 | 11:58 AM

અત્યાર સુધી જુદી જુદી રેસ્ટોરેન્ટમાંથી જીવજંતુ અને ઇયળ નીકળવાના અનેક સમાચાર સામે આવ્યા છે. જો કે અમદાવાદની એક રેસ્ટોરેન્ટમાંથી તો એકદમ જોખમી અને તમારા જીવને જોખમમાં મુકી દે તેવી વસ્તુ જમવામાંથી નીકળી છે. ગોતામાં એક રેસ્ટોરેન્ટમાં ગ્રાહકના ભોજનમાં એક મોટો કાચનો ટુકડો નીકળ્યો હોવાનું સામે આવ્યુ છે.

અત્યાર સુધી જુદી જુદી રેસ્ટોરેન્ટમાંથી જીવજંતુ અને ઇયળ નીકળવાના અનેક સમાચાર સામે આવ્યા છે. જો કે અમદાવાદની એક રેસ્ટોરેન્ટમાંથી તો એકદમ જોખમી અને તમારા જીવને જોખમમાં મુકી દે તેવી વસ્તુ જમવામાંથી નીકળી છે. ગોતામાં એક રેસ્ટોરેન્ટમાં ગ્રાહકના ભોજનમાં એક મોટો કાચનો ટુકડો નીકળ્યો હોવાનું સામે આવ્યુ છે. જેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

અમદાવાદના ગોતા વિસ્તારમાં ગઇકાલે રાત્રે આ ઘટના બની હતી. ગોતામાં એક બોક્સપાર્ક આવેલુ છે.જેમાં વામઝાઝ કરીને એક રેસ્ટોરેન્ટ આવેલુ છે. આ રેસ્ટોરેન્ટમાં એક પરિવાર ભોજન કરવા માટે ગયો હતો.જો કે જમતા દરમિયાન ભોજનમાંથી એક કાચનો ટુકડો નીકળ્યો હતો. જે પછી ગ્રાહક અને તેનો પરિવાર રોષે ભરાયો હતો. ગ્રાહકે રેસ્ટોરેન્ટના સંચાલકને આ અંગેની ફરિયાદ કરી હતી.

ગ્રાહકે રેસ્ટોરેન્ટના સંચાલક અને જવાબદાર વ્યક્તિને જ્યારે બોલાવીને પુછ્યુ કે કોઇ રેસ્ટોરેન્ટ આટલી ગંભીર બેદરકારી કેવી રીતે કરી શકે ?આટલો મોટો કાચ જે પણ રસોઇ બનાવનાર વ્યક્તિ છે તેને દેખાયો કેમ નહીં ? તો જવાબમાં રેસ્ટોરેન્ટ સંચાલકે પણ ઉડાઉ જવાબ આપતા જણાવ્યુ કે કદાચ મધની બોટલ તુટી ગઇ હશે અને તેનો કાચનો ટુકડો જમવામાં પડી ગયો હશે. રેસ્ટોરેન્ટ સંચાલકે ગ્રાહક પાસે માફી પણ માગી હતી.

જો કે આ ઘટનાને લઇને અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. જેમ કે કાચનો ટુકડો ખૂબ જ મોટો છે, જો ટુકડો નાનો હોત તો ખાવામાં પણ આવી ગયો હોત અને મોમાં ઇજા પણ પહોંચી શકતી હતી. જો કે સદનસીબે આવુ કઇ થયુ નથી.

 

g clip-path="url(#clip0_868_265)">