Sabarkantha: ખેડબ્રહ્મા અંબાજી મંદિરે આઠમના હવન અને 108 પ્રદક્ષિણાના મહત્વને લઈ ભક્તોની ભીડ ઉમટી, જુઓ Video
આઠમના તહેવારને લઈ મોટા અંબાજી સહિત નાના અંબાજીમાં પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટતી હોય છે. નવરાત્રી દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં ખેડબ્રહ્મા અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે ઉમટતા હોય છે. અંબાજી મંદિરે આજે આઠમ નિમિત્તે હવન અને પૂજા કરવામાં આવી હતી. ખેડબ્રહ્મા મંદિરે સવારે 6 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી. જ્યારે ભક્તો આજે મંદિરની 108 પ્રદક્ષિણા વહેલી સવારે કરતા હોય છે. પ્રદક્ષિણાને લઈ મંગળા આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
રવીવારે આસો સુદ આઠમને લઈ મંદિરોમાં દર્શનનો આજે વિશેષ મહિમા છે. માતાજીના મંદિરે દર્શન કરવા સાથે હવન અને પૂજા નૈવેદ્ય આજે ધરાવવામાં આવતુ હોય છે. આઠમના તહેવારને લઈ મોટા અંબાજી સહિત નાના અંબાજીમાં પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટતી હોય છે. નવરાત્રી દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં ખેડબ્રહ્મા અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે ઉમટતા હોય છે. અંબાજી મંદિરે આજે આઠમ નિમિત્તે હવન અને પૂજા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ST બસ અને વંદે ભારત બાદ હવે રોડ-રસ્તાના કલર બદલાશે! કેસરી રંગનો મોર્ડન માર્ગ, જુઓ Video
આઠમના હવનને લઈ ભક્તોની ભીડ દર્શન કરીને ધન્યતા અનુભવતી હોય છે. ખેડબ્રહ્મા મંદિરે રવીવારે સવારે 6 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી. જ્યારે ભક્તો આજે મંદિરની 108 પ્રદક્ષિણા વહેલી સવારે કરતા હોય છે. પ્રદક્ષિણાને લઈ મંગળા આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જ્યારે સવારે 11 કલાકે અષ્ટમીનુ હવન કરવામાં આવ્યુ હતુ. જે સાંજે 4.30 કલાકે પૂર્ણ થયુ હતુ.
અરવલ્લી જિલ્લામાં પણ મહત્વના મંદિરોમાં આઠમની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ઈટાડીના અંબાજી મંદિર ખાતે ભક્તોની ભીડ દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી હતી. આસપાસના વિસ્તારમાંથી ઈટાડી અંબાજી મંદિરે રવીવારે અને પૂનમ સહિત મહત્વના તહેવાર અને તીથીએ ભક્તોની ભીડ ઉમટતી હોય છે.
સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?

