Vadodara : ક્રાઇમ બ્રાંચે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના હોદ્દેદારોના નિવેદન લીધા

|

Mar 05, 2022 | 6:14 PM

વડોદરામાં વિધાર્થીઓના મુદ્દે વિરોધ પ્રદર્શન અને રજૂઆત કરતી સંસ્થા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન વિરૂદ્ધ જિલ્લા શિક્ષણાધિકારીએ માન્યતા પ્રાપ્ત સંસ્થા ન હોવા છતાં વારંવાર ધરણા કરતા હોવાનો આક્ષેપ સાથે અરજી કરી હતી. જેના પગલે આ સમગ્ર કેસની તપાસ પોલીસ કમિશ્નર દ્વારા ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી.

વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન (Vadodra Parents Association)  વિરૂદ્ધ જિલ્લા શિક્ષણાધિકારીની ( District Education Officer) અરજીના મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીએ પોલીસ કમિશનરને કરાયેલી અરજીની તપાસ ક્રાઇમ બ્રાન્ચને(Crime Branch)  સોંપવામાં આવી છે. જેના પગલે રાવપુરા ઓફિસ ખાતે ક્રાઇમ બ્રાન્ચે પેરેન્ટ્સ એસોસિએશનના હોદ્દેદારોના નિવેદન લીધા હતા. જેમાં વડોદરામાં વિધાર્થીઓના મુદ્દે વિરોધ પ્રદર્શન અને રજૂઆત કરતી સંસ્થા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન વિરૂદ્ધ જિલ્લા શિક્ષણાધિકારીએ માન્યતા પ્રાપ્ત સંસ્થા ન હોવા છતાં વારંવાર ધરણા કરતા હોવાનો આક્ષેપ સાથે અરજી કરી હતી. જેના પગલે આ સમગ્ર કેસની તપાસ પોલીસ કમિશ્નર દ્વારા ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. તેમજ તેના પગલે ક્રાઇમ બ્રાન્ચે પેરેન્ટ્સ એસોસિએશનના હોદ્દેદારો પ્રમુખ કિશોર પિલ્લાઈ, મુકુંદ પટેલ અને વિનોદ ખુમાનના નિવેદન લીધા હતા.

વાલીઓના પ્રશ્નોને વાચા આપવામાં વડોદરા પેરેન્ટ્સ એસોસીએશન સક્રિય

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં શાળામાં સ્ટુડન્ટ અને વાલીઓના પ્રશ્નોને વાચા આપવામાં વડોદરા પેરેન્ટ્સ એસોસીએશન સક્રિય ભૂમિકા ભજવે છે. જેમાં હાલમાં જ શાળા શરૂ થતાં શાળા સંચાલકો દ્વારા ઉધરાવવામાં આવતી ફી માફી અને એફઆરસીના નિયમો મુજબ જ ફી વસૂલવાને લઇને પણ અનેક વખત વિરોધ પ્રદર્શન યોજ્યા હતા. તેમજ જિલ્લા શિક્ષણાધિકારી અને કલેકટરને પણ આ અંગે રજૂઆતો કરી હતી.

આ પણ વાંચો : ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખમાં બદલાવ બાદ હવે મહિલા કોંગ્રેસના અધ્યક્ષ બદલવાની દિલ્હીમાં કવાયત કેમ તેજ થઇ ?

આ પણ વાંચો : Mehsana: વડનગર પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસશે, સહેલાણીઓ માટે શર્મિષ્ઠા તળાવમાં નૌકાવિહારનો પ્રારંભ

Next Video