Mehsana: વડનગર પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસશે, સહેલાણીઓ માટે શર્મિષ્ઠા તળાવમાં નૌકાવિહારનો પ્રારંભ

વડનગર રેલ્વે સ્ટેશનને ટુરિસ્ટ પ્લેસની જેમ વિકસાવાયું છે અને વડનગરમાં પુરાતત્વીય ખોદકામમાં જૂની નગરી પણ મળી આવી છે તેથી આગામી સમયમાં ત્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આપવાની સંભાવના છે.

Mehsana: વડનગર પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસશે, સહેલાણીઓ માટે શર્મિષ્ઠા તળાવમાં નૌકાવિહારનો પ્રારંભ
વડનગરના શર્મિષ્ઠા તળાવમાં નૌકાવિહારનો પ્રારંભ
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Mar 05, 2022 | 3:18 PM

વડનગર (Vadnagar) હવે પોતાની ભવ્ય વિરાસતના વારસા સાથે આધુનિક કદમ ભરતું એક અતિ ભવ્ય પ્રવાસન (tourist place) સ્થળ તરીકે આકાર પામી રહ્યું છે, વડનગરને મળી રહી છે અકલ્પિત એવી નવતર સુવિધાઓ જેમાં નવા નઝરાણામાં વડનગર શહેરના સુપ્રસિદ્ધ શર્મિષ્ઠા તળાવ (Sharmishtha Lake) ખાતે સહેલાણીઓ માટે નૌકાવિહાર (boating) ની સુવિધા ઉપલ્બધ બની છે. રમણીય આનંદ પ્રમોદના સ્થળ તરીકે વિકાસ પામેલા વડનગરમાં સહેલાણીઓ સહેલગાહ કરતાં આનંદ પામનાર છે.

શર્મિષ્ઠા તળાવ એ વડનગરનું આગવું આકર્ષણ છે.એનો ભવ્ય ઇતિહાસ અને વિશાળ જળવૈભવ અહીં આવનારા પ્રવાસીઓ માટે ખજાના જેવાં છે. એમાં નૌકાવિહારનું નવું નજરાણું સાકાર થઈ રહ્યું છે. વડનગરમાં પ્રવાસીઓ સુવિધાઓ માટે નિયુક્ત એજન્સી એકસ્પોઝીશન એન્ડ કન્વેન્શન દ્વારા શર્મિષ્ઠા તળાવમાં બોટિંગ માટે આધુનિક બોટ સાથેની સુવિધા શરૂ કરાઇ છે. બોટિંગની શરૂઆત થવાથી પ્રવાસીઓ અને નાગરિકો પરિવાર સહિત આ મનોહર નૌકાવિહારનો આનંદ લઈ શકશે.

વડનગરના સુપ્રસિધ્ધ શર્મિષ્ઠા તળવામાં નૌકાવિહાર શરૂ થતાં લોકોમાં તેની ખુશી જોવા મળી રહી છે. નૌકાવિહારનો આનંદ તો મળશે જ તેની સાથે પ્રવાસીઓ વડનગરના વારસાથી પણ પરિચિત થનાર છે. ઉલ્લેખનીય છે કે વડનગર રેલ્વે સ્ટેશનને ટુરિસ્ટ પ્લેસની જેમ વિકસાવાયું છે અને વડનગરમાં પુરાતત્વીય ખોદકામમાં જૂની નગરી પણ મળી આવી છે તેથી આગામી સમયમાં ત્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આપવાની સંભાવના છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
Vadnagar will also be developed as tourist destination Start boating in Sharmishtha Lake111 (1)

વડનગરના શર્મિષ્ઠા તળાવમાં નૌકાવિહારનો પ્રારંભ

અત્રે ઉલ્લેખનીય છે કે શર્મિષ્ઠા તળાવને દરરોજ રાત્રે રોશનીથી સજાવવામાં આવે છે. એમાં તૈયાર થયેલ વિવિધ રાગ ઉપર આધારિત થીમ પાર્ક પણ પ્રવાસીઓ માટે અનેરું આકર્ષણ છે. બોટિંગ સુવિધા થકી વડનગરમાં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે અને પ્રવાસન સ્થળ તરીકે એક નવું નજરાણું ઉમેરાશે એ ચોક્કસ વાત છે. રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગનો આ પ્રશંસનીય અભિગમ સમગ્ર દેશમાં વડનગરને આગવું સ્થાન અપવાશે.

નૌકાવિહારના આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, સામાજિક અગ્રણી સોમભાઇ મોદી, જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ, વડનગર માટે નિયુક્ત ખાસ ફરજ ઉપરના અધિકારી આર.આર. ઠકકર તેમજ મામલતદાર વડનગર આર.ડી.અઘારા સહિત નગરજનો તેમજ પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ ST બસમાં અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચારઃ જાણો, પાસ નિઃશુલ્ક કરવા અંગે શું કર્યું પૂર્ણેશ મોદીએ

આ પણ વાંચોઃ Ahmedabad: સ્કૂલ બોર્ડના ભિક્ષા નહીં શિક્ષા પ્રોજેક્ટનું આવતીકાલે લોકાર્પણ, 10 સિગ્નલ સ્કૂલો 139 ભીક્ષુક બાળકોને શિક્ષણ આપશે

g clip-path="url(#clip0_868_265)">