AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : દારુની હેરાફેરી કરતી 14 મહિલાની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ, જુઓ Video

Ahmedabad : દારુની હેરાફેરી કરતી 14 મહિલાની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2025 | 8:44 AM
Share

રાજ્યમાં અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે ફરી એક વાર અમદાવાદમાંથી દારુની હેરફેર કરતી ગેંગને ઝડપાઈ છે. દારુની હેરાફેરી કરતી 14 મહિલા ઝડપાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે 14 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે.

રાજ્યમાં અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે ફરી એક વાર અમદાવાદમાંથી દારુની હેરફેર કરતી ગેંગને ઝડપાઈ છે. દારુની હેરાફેરી કરતી 14 મહિલા ઝડપાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે 14 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. મહિલાઓ રાજસ્થાનથી અમદાવાદ દારુની હેરાફેરી કરતી હોવાનું સામે આવ્યું છે. ખાનગી બસમાં પેસેન્જર બની દારુની હેરાફેરી કરતી હતી. મહિલાઓ સામાનમાં ભરીને દારુનો જથ્થો ઝડપાયો છે. કુલ 99,400ની કિંમતની દારૂની 899 બોટલ જપ્ત કરવામાં આવી છે.

સુરતમાંથી ઝડપાયો હતો ડ્રગ્સનો જથ્થો

બીજી તરફ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કારમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. 5 લાખ 29 હજારના ડ્રગ્સના જથ્થા સાથે આરોપી કારચાલકની ધરપકડ કરવામાં આવી છે. સાયણ રોડ, વરીયાવ જંક્શન સર્કલની સામે પોલીસે વોચ ગોઠવી હતી. કાર આંતરીને પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરી હોવાનો પર્દાફાશ કર્યો હતો. વોન્ટેડ આરોપી પાસેથી ડ્રગ્સનો જથ્થો મગાવ્યો હોવાનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. મુંબઈથી ડ્રગ્સ વેચવા માટે લાવ્યો હોવાની આરોપીએ કબૂલાત કરી હતી. વોન્ટેડ આરોપી વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે.

g clip-path="url(#clip0_868_265)">