Dhirendra Shastri : રાજકોટ ખાતે બાગેશ્વર ધામ સમિતિના કાર્યાલય પહોંચ્યા સી.આર. પાટીલ, આયોજકો સાથે પાટીલે કરી મુલાકાત, જુઓ Video
બાબા બાગેશ્વરને લઈ વિવાદોના વાતાવરણ વચ્ચે બાગેશ્વર ધામ સમિતિના આયોજકો સાથે પાટીલે આજે મુલાકાત કરી છે. 1 અને 2 જૂને રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાશે.
આગામી સમયમાં રાજકોટમાં જ્યારે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાનાર છે, જોકે આ દરબારને લઈ મોટા પાયે વિરોધ પણ જોવા મળ્યો છે. જે વિરોધ કરવામાં કોંગ્રેસ પણ બાકાત રહ્યું નથી. જોકે બીજી તરફ ભાજપના કેટલાક અગ્રણીઓનું સમર્થન આ કાર્યક્રમને લઈ ને મળી રહ્યું છે. રાજકોટમાં આગામી 1 અને 2 જૂનના રોજ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબારને લઈ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ રાજકોટ પહોચ્યા છે. સી આર પાટીલે રાજકોટમાં બાગેશ્વર ધામ સમિતિના આયોજકો સાથે મુલાકાત કરી તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી.
આ પણ વાંચો : સુરતમાં વીજ કંપનીમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાના કૌભાંડમાં રાજકોટ કનેક્શન સામે આવ્યું
બાબાના કાર્યક્રમને લઇને બાગેશ્વર ધામ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે પાટીલે આયોજકો તેમજ કાર્યકર્તાઓ સાથે બાબાના કાર્યક્રમની તૈયારીઓ અંગે ચર્ચા કરી. આગામી 1 અને 2 જૂને રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાવાનો છે. જેને લઈ આજે કાર્યકર્તાઓ સાથે કરી બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે કરી હતી.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો