Tv9 Exclusive: નવી સંસદ પર CR પાટીલનો મત, Tv9 સાથે ખાસ વાતચીત, જુઓ Video

|

May 27, 2023 | 7:48 PM

નવી સંસદને લઈ સી.આર. પાટીલે Tv9 સાથે ખાસ વાત કરી. પાટીલે સંસદને લઈ વિપક્ષના વિરોધીઓ પર પલટવાર કર્યો છે. નવી સંસદમાં બેઠકો કેમ વધારાઈ છે તેને લઈને કારી વાત.

નવા સંસદભવનના નિર્માણ પર વિરોધ પક્ષો પહેલા દિવસથી જ સવાલો ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે વર્તમાન સંસદ ભવનમાં ફેરફાર કરી શકાયો હોત. આ તમામ વિરોધ વચ્ચે નવી સંસદને લઈ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે Tv9 એ વાતચીત કરી હતી. મહત્વનુ છે કે નવી સંસદ લોકશાહી અને સંસ્કૃતિનું મિશ્રણ છે. એક તરફ જ્યાં વિપક્ષો નવી સંસદને લઈને રાજનીતિ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત ભાજપ આને ગુલામીમાંથી મુક્ત થવાની સરકારની પહેલ સમાન ગણાવે છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે નવી સંસદથી લઈને લોકસભાની ચૂંટણી સુધી અનેક મુદ્દાઓ પર ખાસ વાતચીત કરી છે.

આ પણ વાંચો : નવા સંસદ ભવનની જરૂર કેમ પડી ? 5 મુદ્દામાં જાણો તેના કારણો

દેશની સંસદની નવી ઈમારતનું ઉદ્ઘાટન 28 મેના રોજ થશે. નવા સંસદ ભવન બનાવવાની જાહેરાત બાદથી જ વિપક્ષી પાર્ટીઓ આને લઈને મોદી સરકાર પર નિશાન સાધી રહી છે. મોદી સરકારને સવાલો પૂછવામાં આવ્યા છે કે વર્તમાન સંસદ ભવનનું નવીનીકરણ કરવાને બદલે નવી ઇમારત બનાવવાની શું જરૂર હતી?

જે વચ્ચે હવે ગુજરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું ભારત જેવા દેશમાં સૌથી મોટી લોકશાહી હોય ત્યારે લોકશાહીનું જતન થાય તે જરૂરી છે. આધુનિક સાગવાડોની સાથે સંસદ ભવન બને અને આ ભવન પોતાનું હોય ભારતની સંસ્કૃતિ અનુસાર હોય વાસ્તુ પ્રમાણેનું હોય તે બધી બાબતોને ધ્યાને રાખે પ્રધાનમંત્રીએ આ નિર્ણય કર્યો છે.

 ગુજરાત સહિત દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video