Vadodara: સ્કૂલ બહાર પડેલા ભૂવામાં ગાય ખાબકી, રેસ્કયૂ ઓપરેશન બાદ સુરક્ષિત બહાર કઢાઇ
વડોદરામાં (Vadodara) વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જે પછી અનેક રસ્તાઓ ધોવાવાની ઘટના પણ બની છે. વડોદરાના પાદરા સ્ટેશન વિસ્તારમાં આવેલી પી.પી. શ્રોફ હાઈસ્કૂલ બહાર એક ગાય ભૂવામાં પડી ગઈ હતી.
ગુજરાતમાં (Gujarat) સાર્વત્રિક મેઘ મહેર છે. રાજયમાં શરુઆતમાં જ ચોમાસુ (Monsoon 2022) જામ્યુ છે. રાજ્યમાં ગઈકાલે મેઘ તાંડવ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય કે પછી દક્ષિણ કે મધ્ય ગુજરાત, તમામ જગ્યાએ ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધમાકેદાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. અલગ-અલગ જિલ્લામાં મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. ગઇકાલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાત તમામ જગ્યાએ ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. ત્યારે વડોદરામાં (Vadodara) અવિરત મેઘ વરસ્યો છે. જો કે વરસાદ વચ્ચે વડોદરામાં એક ગાય રસ્તા પર પડેલા ભૂવામાં ખાબકી હતી. જેને રેસ્કયૂ ઓપરેશન બાદ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી.
ગાયનું કરાયુ રેસ્ક્યૂ ઓપરેશન
વડોદરામાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જે પછી અનેક રસ્તાઓ ધોવાવાની ઘટના પણ બની છે. અનેક સ્થળે ભૂવા પણ પડ્યા છે. વડોદરાના પાદરા સ્ટેશન વિસ્તારમાં આવેલી પી.પી. શ્રોફ હાઈસ્કૂલ બહાર એક ગાય ભૂવામાં પડી ગઈ હતી. ઘટનાની જાણ થતા નગરપાલિકા અને માલધારી સમાજના કેટલાક લોકો સ્થળ પર પહોંચી ગયા હતા અને ગાયને સુરક્ષિત બહાર કાઢી હતી.
ગાયને ભૂવામાંથી બહાર કાઢવા માટે જે.સી.બી. મશીનની મદદ લેવી પડી હતી. જો કે ગાયનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. બીજી તરફ વારંવાર શહેરમાં ભૂવા પડવાની ઘટનાથી લોકોમાં રોષ ફેલાયા છે. સ્કૂલ બહાર મોટા પ્રમાણમાં વરસાદી કાસમા ગાબડું પડી જતા તાત્કાલિક તેને બંધ કરવા લોકોએ માગ કરી છે.
હેરણનદી પર બનાવેલો એપ્રોચ રોડ પણ ધોવાયો
વડોદરામાં વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. વડોદરા ડભોઇ -આશગોલ હેરણનદી પર બનાવેલો એપ્રોચ રોડ પણ ધોવાયો છે. અહીં ગ્રામજનો દ્વારા સ્વ ખર્ચે રોડ તૈયાર કરવામાં આવ્યો હતો. ગઇ કાલે હેરણ નદીમાં પુર આવતા આશગોલ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હેરણ નદીના પાણી ઓસર્યા હોવા છતા હાલાકી યથાવત જોવા મળી રહી છે.