ઓમિક્રોનની આશંકા, ભાવનગર તંત્રની તૈયારીઓ: સર.ટી.હોસ્પિટલમાં 132 બેડની સુવિધા, ઓમિક્રોન માટે 20 બેડ

|

Dec 12, 2021 | 8:14 AM

Bhavnagar: ઓમિક્રોનની આફત વચ્ચે ભાવનગર મહાનગર પાલિકા પણ સજ્જ બની છે. સાવચેતીના ભાગરૂપે સર.ટી. હોસ્પિટલ ખાતે કોરોનાને લઈને આગમચેતી અને વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

Bhavnagar: ગુજરાત (Gujarat) સહિત દેશમાં ઓમિક્રોનની (Omicron) આફત વચ્ચે કોરોનાના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇ ભાવનગર મહાનગર પાલિકા પણ સજ્જ બની છે.સાવચેતીના ભાગરૂપે સર.ટી. હોસ્પિટલ ખાતે કુલ 132 બેડની સુવિધા ઉભી કરાઇ છે. 132 બેડમાંથી 20 બેડ ઓમિક્રોન માટે રિઝર્વ એક રખાયા છે. તો તમામ બેડ માટે 450 વેન્ટિલેટર ઉપલબ્ધ છે.

આ ઉપરાંત વિદેશથી આવેલા તમામ લોકોને ક્વોરેન્ટાઇન પણ કરવામાં આવી રહ્યાં છે. હેલ્થ સેન્ટર સિવાય અન્ય રેપિડ અને RTPCR ટેસ્ટ માટે સેન્ટર ઊભા કરાયા છે. તો રાજ્યમાં અનેક જગ્યાએ આ પ્રકારે તૈયારીઓ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે યાત્રાધામ અંબાજી ખાતે હોસ્પિટલમાં સંભિવત કોરોનાની લહેરને લઇને તૈયારીઓ હાથ ધરાઇ છે. હોસ્પિટલના બેડ 50થી વધારી 120 કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે રોટરી કલબ ડીસ્ટ્રીક્ટ તથા રોટરી ફાઉન્ડેશન ઓફ ઈન્ટરનેશનલના સહયોગથી 40 કરોડના ખર્ચે ઓક્સિજન પ્લાન બનાવાયો છે.

કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના ખતરાને પગલે વડોદરાનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. શહેરની ગોત્રી હોસ્પિટલમાં ઓમિક્રોનના દર્દીઓ માટે અલગથી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં 20 બેડની સુવિધા છે. તમામ બેડ ઓક્સિજન, વેન્ટીલેટર સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવેલી છે.

તો અમદાવાદ સિવિલ હોસ્પિટલના વધારાના ઓમીક્રોન વોર્ડની પણ શરૂઆત કરી છે. તે રીતે હવે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ ઓમીક્રોનને લઈ નવો વોર્ડ શરૂ કરાયો છે. જેમાં હોસ્પિટલના 5માં માળે ઓમિક્રોન તથા કોવિડ દર્દીઓ માટે વ્યવસ્થા કરાઈ છે.

 

આ પણ વાંચો: ગાંધીના ગુજરાતમાં બુટલેગરોને નથી તંત્રનો ડર! ભરૂચમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ

આ પણ વાંચો: ગુજરાતમાં નેશનલ મેગા લોક અદાલતનું થયું આયોજન, એક સાથે આવ્યો 2 લાખથી વધુ કેસોનો નિકાલ

Published On - 8:13 am, Sun, 12 December 21

Next Video