AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં નેશનલ મેગા લોક અદાલતનું થયું આયોજન, એક સાથે આવ્યો 2 લાખથી વધુ કેસોનો નિકાલ

Gujarat: રાજ્યમાં આયોજિત થયેલી નેશનલ મેગા લોક અદાલતમાં કુલ 207305 કેસોનો નિકાલ કરવામાં આવ્યો. જેમાં રાજ્યોના 1828835 પેન્ડિંગ કેસો તેમજ 24470 પ્રિ લિટિગેશન કેસોનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં નેશનલ મેગા લોક અદાલતનું થયું આયોજન, એક સાથે આવ્યો 2 લાખથી વધુ કેસોનો નિકાલ
National mega Lok Adalat 2021
Sachin Kolte
| Edited By: | Updated on: Dec 12, 2021 | 7:46 AM
Share

Gujarat: રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તા મંડળ (National Legal Services Authority) દ્વારા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ (State Legal Services Authority) અંતર્ગત રાજ્યમાં વર્ષની ત્રીજી મેગા લોક અદાલતનું (Mega Lok Adalat) આયોજન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે રાજ્યમાં આયોજિત થયેલી નેશનલ મેગા લોક અદાલતમાં કુલ 207305 જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો. જેમાં રાજ્યોના 1828835 પેન્ડિંગ કેસો તેમજ 24470 પ્રિ લિટિગેશન કેસોનો સમાવેશ થાય છે.

આ કેસોમાં કુલ 716 કારોડથી વધુની રકમનું સમાધાન પણ કરાવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાજ્યમાં આ વર્ષની ત્રીજી મેગા લોક અદાલતનું આ આયોજન હતું. જેમાં મોટા પ્રમાણમાં પેન્ડીંગ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં આયોજિત નેશનલ મેગા લોક અદાલત ને કારણે ઘણા બધા કેસોનું ભારણ ઘટાડી શકાય એવું છે, એટલું જ નહીં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં સૌથી વધુ 31205 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. જે પછી બીજા ક્રમે રાજકોટમાં 22161 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં પેન્ડિંગ કેસોનું ભારત ઘટાડવા માટેની પ્રાથમિકતા ને ધ્યાને લઇને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર જે રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના પેટ્રોન-ઇન-ચીફ છે, અને જસ્ટિસ આર.એમ. છાયા જે રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી સભ્ય છે, તેમજ હાઇકોર્ટ કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ જસ્ટિસ સોનિયા ગોકાણી દ્વારા વધુમાં વધુ પેન્ડિંગ કેસોનો નિકાલ થાય એ માટે લોક અદાલત થકી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કોરોના જેવો સમયકાળ છતાંય રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ વધુમાં વધુ કેસોના નિકાલ થાય એ દિશામાં પગલાં લઈ રહ્યા છે.

આ પણ વાંચો: લો બોલો! રોડ બન્યા વગર જ AMC એ કરી દીધું રિસરફેસિંગ? વિપક્ષે લગાવ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ, જાણો મનપાનો જવાબ

આ પણ વાંચો: Narendra modi Twitter account hacked : PM મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક, બિટકોઈન વિશે ટ્વિટ કરી મિનિટોમાં કર્યું ડિલીટ

g clip-path="url(#clip0_868_265)">