Corona News : ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 397, અત્યાર સુધી સગર્ભા સહિત 2ના મોત, જુઓ Video
ગુજરાતમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં હાલ 397 કોરોનાના કુલ એક્ટિવ કેસ નોંધાયા છે. માત્ર અમદાવાદમાં જ કોરોનાના કુલ 197 એક્ટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાએ બે દર્દીનો ભોગ લીધો છે.
ગુજરાતમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં હાલ 397 કોરોનાના કુલ એક્ટિવ કેસ નોંધાયા છે. માત્ર અમદાવાદમાં જ કોરોનાના કુલ 197 એક્ટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાએ બે દર્દીનો ભોગ લીધો છે. 18 વર્ષીય સગર્ભાનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે. LG હોસ્પિટલમાં અગાઉ 46 વર્ષીય મહિલાનું મોત થયું હતું. સિવિલમાં હાલ એક મહિનાની બાળકી સારવાર હેઠળ છે. અત્યારે 375 દર્દીઓ હોમ આઈસોલેશનમાં, 22 દર્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અમદાવાદ શેહરમાં કોરોનાના નવા 50 કેસ નોંધાયા છે. જ્યારે 16 દર્દી ડિસ્ચાર્જ થયા છે. કોરોનાના એક્ટિવ કેસ મામલે ગુજરાત દેશમાં ચોથા નંબર પર છે. જોકે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને ટેસ્ટિંગ વધારાઈ છે.
દેશમાં કોરોનાના કેસ 4 હજાર પાર
દેશમાં કોરોનાના કેસોમાં સતત ઉછાળો જોવા મળ્યો છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4 હજારને પાર થઈ છે. ત્યારે હાલ કોરોનાના કુલ એક્ટિવ કેસ 4026 છે. છેલ્લા 24 કલાકમાં કુલ 4 દર્દીઓના મોત થયા છે. કેરળમાં સૌથી વધુ 1416 એક્ટિવ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 494 અને ગુજરાતમાં 397 એક્ટિવ કેસ નોંધાયા છે. દિલ્લીમાં 393 અને પશ્ચિમ બંગાળમાં 372 એક્ટિવ કેસ નોંધાયા છે.
