Kutch : કોરાના રસીના બુસ્ટર ડોઝની કામગીરી ઝડપી બનાવાઇ ,લક્ષ્યાંક પૂર્ણ કરવા કવાયત
કચ્છમાં 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન આપવાની કામગીરી 90 ટકા પુર્ણ કરી દેવાઇ છે. તો કિશોરોના રસીકરણમાં 1.25 લાખની સામે 1.14 લાખ લોકોને રસી આપી દેવામાં આવી છે. જો કે બુસ્ટર ડોઝની કામગીરી 50 ટકા પણ પુર્ણ નથી થઇ
કચ્છમાં(Kutch) કોરોનાના વધતા કેસ વચ્ચે વેક્સીન(Vaccine)કામગીરી પુર્ણ કરવા આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. જેમાં 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન આપવાની કામગીરી 90 ટકા પુર્ણ કરી દેવાઇ છે. તો કિશોરોના રસીકરણમાં 1.25 લાખની સામે 1.14 લાખ લોકોને રસી આપી દેવામાં આવી છે. જો કે બુસ્ટર ડોઝની(Booster Dose) કામગીરી 50 ટકા પણ પુર્ણ નથી થઇ ત્યારે હવે દરેક કચેરીને પત્ર લખવા સાથે આરોગ્ય વિભાગ પંચાયતોને સાથે રાખી અભિયાન શરૂ કરી રહ્યું છે. જ્યારે જીલ્લામાં ઝડપી પૂર્ણ રસીકરણ થાય તે દિશામાં આરોગ્ય વિભાગ પ્રયત્નશીલ બન્યું છે.. અને એટલે જ ગ્રામ્યકક્ષાએ પંચાયતને સાથે રાખીને 100 ટકા રસી કરણની કામગીરી હાથ ધરવામાં આવશે.
કચ્છમાં 29 તારીખ સુધી નિયમો યથાવત
જેમાં કચ્છમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક, કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં મહત્તમ ૧૫૦ વ્યકિતઓ પરંતુ, બંધ જગ્યાએ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા (મહત્તમ ૧૫૦ વ્યકિતઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. લગ્ન પ્રસંગે ખુલ્લામાં મહત્તમ ૧૫૦ વ્યકિતઓ પરંતુ, બંધ જગ્યાએ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા (મહત્તમ ૧૫૦ વ્યકિતઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. જે માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે.
બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કફર્યુમાંથી મુકિત
અંતિમક્રિયા દફનવિધિમાં ૧૦૦ (એકસો) વ્યકિતઓની મંજુરી. પબ્લીક તેમજ પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટ અંતર્ગત નોનએસી બસ સેવાઓ ૭૫ ટકા ક્ષમતા સાથે, (standing not allowed) જયારે એસી બસ સેવાઓ મહત્તમ ૭૫ ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કફર્યુમાંથી મુકિત આપવામાં આવે છે. સિનેમા હોલ, જીમ, વોટરપાર્ક તથા સ્વીમીંગ પુલ, વાંચનાલયો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો બેઠક ક્ષમતાના ૫૦ ટકાથી ચાલુ રાખી શકાશે.
આ પણ વાંચો : Gujarat માં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે કમર કસી, આટલી બેઠકો મેળવવાનો ટાર્ગેટ
આ પણ વાંચો :અમદાવાદ : નરોડામાં બૂટલેગરો બેફામ, પોલીસકર્મીને દોડાવી દોડાવીને માર માર્યો