Amreli : દારૂની ભઠ્ઠી અને ગેરકાયદે રેતી ખનન કરનારા પર પોલીસની તવાઈ, જુઓ Video

Amreli : દારૂની ભઠ્ઠી અને ગેરકાયદે રેતી ખનન કરનારા પર પોલીસની તવાઈ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 22, 2025 | 3:10 PM

અમરેલીમાં દારૂની ભઠ્ઠી અને ગેરકાયદે રેતી ખનન પર પોલીસે દરોડા પાડ્યા છે. અમરેલીના જાફરાબાદના મોટા માણસા ગામમાં નદી કાંઠે ધમધમી રહેલી દેશી દારુની ભઠ્ઠી પર નાગેશ્રી પોલીસ ત્રાટકી હતી. દેશી દારુ ઉપરાંત દારુ બનાવવાનો આથો સહિત એક લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગુજરાતમાં અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે અમરેલીમાં દારૂની ભઠ્ઠી અને ગેરકાયદે રેતી ખનન કરનાર લોકો પર પોલીસે તવાઈ કરી છે. અમરેલીના જાફરાબાદના મોટા માણસા ગામમાં નદી કાંઠે ધમધમી રહેલી દેશી દારુની ભઠ્ઠી પર નાગેશ્રી પોલીસ ત્રાટકી હતી. દેશી દારુ ઉપરાંત દારુ બનાવવાનો આથો સહિત એક લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સ્ટેશનમાં મહેશ બારૈયા નામના વ્યક્તિ સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવ્યો છે. અમરેલી, લીલીયા, સાવરકુંડલાની શેત્રુંજી નદીના પટમાંથી ગેરકાયદે રેતી ચોરી કરતા વાહનો પણ જપ્ત કર્યા છે.

સુરતમાંથી ઝડપાયો હતો ગાંજાનો જથ્થો

બીજી તરફ આ અગાઉ સુરતમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. સુરતમાંથી 1.81 લાખની કિંમતનો 18 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. ઓરિસ્સાના ગંજામ જિલ્લાના 2 શખ્સો ઝડપાયા હતા. બિકાસ અને ચન્દ્રમણી નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. પ્લાસ્ટિકના કોથળામાં ગાંજો લઈને જતા હતા. ત્યારે પોલીસે ઝડપી પાડ્યો હતો. કડોદરા ચોકડીથી નિયોલ ચેકપોસ્ટ તરફ આવતા ઝડપાયા હતા.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો