Kheda : વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં 70 લાખથી વધુની ચોરી, કોપર-એલ્યુમિનિયમ રોલ ઉઠાવી ગયા ચોર, જુઓ Video
ખેડા જિલ્લાના વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં ચોરી થવાની ઘટના સામે આવી છે. ચોર 70 લાખથી વધુના કોપર અને એલ્યુમિનિયમ રોલની ચોરી થવાની ઘટના સામે આવી છે. જો કે ચોરીનો આ માલ સહિત આરોપી ઝડપાઇ ગયા છે.
ખેડા જિલ્લાના વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં ચોરી થવાની ઘટના સામે આવી છે. ચોર 70 લાખથી વધુના કોપર અને એલ્યુમિનિયમ રોલની ચોરી થવાની ઘટના સામે આવી છે. જો કે ચોરીનો આ માલ સહિત આરોપી ઝડપાઇ ગયા છે.
વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં સુરક્ષા પર સવાલો ઊભા થયા છે. થર્મલ પાવર સ્ટેશનમાં ગેટ નંબર 8થી એક ટેમ્પો પ્રવેશ્યો હોવાનું સામે આવ્યુ છે. આ ટેમ્પોમાં આવેલા વ્યક્તિ 70 લાખથી વધુના કોપર અને એલ્યુમિનિયમ રોલની ચોરી કરી ગયા હતા.
ઘટના બાદ પ્લાન્ટના સિક્યોરીટી વિભાગે પીછો કરીને આ ટેમ્પોને ઝડપ્યો હતો. ચોરીના મુદ્દામાલ સહિતનો ટેમ્પો મેનપુર પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. સાથે જ ટેમ્પોમાં સવાર ક્લિનરને ઝડપી લેવામાં આવ્યો હતો.જો કે ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો.