Surendranagar : નશાની હાલતમાં જ પોલીસકર્મીઓ તપાસ કરવા ગયા, મહિલાને માર માર્યો હોવાનો પણ આક્ષેપ જૂઓ Video

Surendranagar : નશાની હાલતમાં જ પોલીસકર્મીઓ તપાસ કરવા ગયા, મહિલાને માર માર્યો હોવાનો પણ આક્ષેપ જૂઓ Video

| Edited By: | Updated on: Aug 14, 2023 | 10:11 AM

પોલીસ કર્મીઓ નશામાં ધૂત હોવાથી સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો અને પોલીસકર્મીઓની ખાનગી કારની તપાસ કરી હતી. પોલીસકર્મીઓની ખાનગી કારમાંથી ખાલી બિયરના ટીન મળી આવ્યાં છે. નશામાં ધૂત પોલીસ કર્મીઓનો લોકોએ વીડિયો વાયરલ કર્યો છે.

Surendranagar : સુરેન્દ્રનગરમાં કાયદાનો રક્ષકો જ દારૂબંધીના ધજાગરા ઉડાડતા જોવા મળ્યો. સુરેન્દ્રનગરમાં બે પોલીસ કર્મીઓનો (Drunk police) દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડતો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો સુરેન્દ્રનગરના ચુડા વિસ્તારનો છે. જ્યાં તપાસ માટે ગયેલા બે પોલીસકર્મી નશાની હાલતમાં જોવા મળ્યાં હતા.

આ પણ વાંચો-રાજકોટમાં સમાજને શરમાવે તેવી ઘટના, સાસુ સસરાએ પુત્ર-પુત્રવધુની અંગત પળોના વીડિયો કર્યા વાયરલ, જૂઓ Video

પોલીસ કર્મીઓ નશામાં ધૂત હોવાથી સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો અને પોલીસકર્મીઓની ખાનગી કારની તપાસ કરી હતી. પોલીસકર્મીઓની ખાનગી કારમાંથી ખાલી બિયરના ટીન મળી આવ્યાં છે. નશામાં ધૂત પોલીસ કર્મીઓનો લોકોએ વીડિયો વાયરલ કર્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નશામાં ધૂત પોલીસ કર્મી તપાસના નામે તેમના વિસ્તારમાં આવ્યાં હતા અને દારૂ પીવા અંગે પૂછતા તેઓ ઉશ્કેરાયા હતા અને એક મહિલાને માર માર્યો હતો.

જો કે આ વાયરલ વીડિયોની TV9 કોઇ પુષ્ટી કરતું નથી. હાલ સમગ્ર મામલે સુરેન્દ્રનગર SPએ તપાસના આદેશ આપ્યા છે. SPએ લીંબડીના DYSP ચેતન મુંધવાને તપાસ સોંપી છે. ત્યારે વીડિયોમાં ચુડા પોલીસના ગોવિંદ સાપરા અને જીતુભા રાણા હોવાનું સામે આવ્યુ છે.

સુરેન્દ્રનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો