Mahisagar : મહીસાગરમાં સરકારે આદિવાસીઓની જમીન પર સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની મંજુરી આપતાં વિવાદ સર્જાયો છે. જે જમીન આદિવાસીઓ 100 વર્ષથી ખેડે છે, ભોગવટો છે અને એ જમીન પર એમનું ગુજરાન ચાલે છે તેવી જમીન પર હવે સરકાર આદિવાસીઓની સુવિધા માટે સી.એચ.સી સેન્ટર બનાવવા જઈ રહી છે.
આ પણ વાંચો Mahisagar : લુણાવાડા એસટી કર્મચારીઓનો સતત ત્રીજા દિવસે વિરોધ યથાવત, જુઓ Video
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડીટવાસ ગામમાં પોતાની જમીન મેળવવા આદિવાસી ખેડૂતો સરકાર પાસે ગુહાર લગાવી રહ્યા છે. ડીટવાસ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરીને આદિવાસીઓને વધુ સુવિધા આપવાના હેતુથી કોમન હેલ્થ સેન્ટર CHC બનાવવા માટે સરકારે મંજૂરી આપી છે.
ખેડૂતોને ભય છે કે, અમારી જમીન છીનવી તેના પર આરોગ્ય કેન્દ્ર બનાવાશે તો રોજીરોટી ગુમાવવાનો વારો આવશે. તેથી અન્ય સ્થળે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા ખેડૂતોની માંગ છે.