સુરતમાં નાનપુરા-લક્કડકોટની ફિશ માર્કેટમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ

સુરતમાં નાનપુરા-લક્કડકોટની ફિશ માર્કેટમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ

| Updated on: Aug 24, 2026 | 8:01 PM

સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કલ્પેશ નવસારીવાળાએ, નવી મચ્છી માર્કેટ ઉપર લગાવેલા નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ નામનું બોર્ડ નીચે ઉતારવા માટે ઈન્કાર કર્યો છે.

ગુજરાતના સુરતમાં નરેન્દ્ર મોદીના નામને લઈને વિવાદ સર્જાયો છે. સુરતના નાનપુરા લક્કડકોટ વિસ્તારની મચ્છી માર્કેટ સાથે નરેન્દ્ર મોદીનુ નામ સાંકળવામાં આવતા વિવાદ વકર્યો છે. નાનપુરા-લક્કડકોટ વિસ્તારમાં આવેલી માછીવાડની નવી ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ’ નામ આપવાની સાથે આ નામનું બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે. જો કે, કેટલાક લોકોના ધ્યાને આ વાત આવતા જ મનપાને જાણ કરી હતી. મહાનગરપાલિકા કે સાંસ્કૃતિક સમિતિના કોઈપણ સત્તાવાર ઠરાવ વિના જ, મુખ્ય ગેટ પર મોટું બોર્ડ લગાવી દેવાયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વડાપ્રધાનના નામનો ઉપયોગ ફિશ માર્કેટ માટે થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

સુરત મનપાનુ આ અંગે કહેવું છે કે, ‘ધ સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશન’ દ્વારા બારોબાર નરેન્દ્ર મોદીના નામનું આ પ્રકારનું બોર્ડ મૂકી દેવાયું છે. મનપાની ટીમ બોર્ડ હટાવવા પહોંચી ત્યારે વેપારીઓએ જાતે જ બોર્ડ ઉતારી લેવાની ખાતરી આપી હતી. ભાજપ શાસકોની જાણ બહાર જાહેર મિલકત પર આ નામકરણ કોની મંજૂરીથી થયું તે અંગે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. અને તેનો વિવાદ પણ સર્જાયો છે.

જો કે, સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કલ્પેશ નવસારીવાળાએ, નવી મચ્છી માર્કેટ ઉપર લગાવેલા નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ નામનું બોર્ડ નીચે ઉતારવા માટે ઈન્કાર કર્યો છે. કલ્પેશ નવસારીવાળાએ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ, મત્સ્ય સંપદા યોજના અંતર્ગત માછીમારો માટે કરોડો રૂપિયાનું અલગ મંત્રાલય બનાવ્યું છે. સુરત મનપાના ઠરાવ મુજબ જ અમે આ મચ્છી માર્કેટ શરૂ કર્યું છે. મચ્છી માર્કેટના વેપારીઓએ રૂ. 43 લાખ ડિપોઝીટ ભરી છે. સાથોસાથ 6 મહિનાનું ભાડુ પણ એડવાન્સમાં આપેલ છે. ભાજપ નેતાઓના પ્રયાસથી જ આ માર્કેટ બન્યું છે. અમે ‘નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ’નું બોર્ડ ઉતારવા દેશું નહીં.”

ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ નહીં, 26 ઓગસ્ટ બાદ સર્જાઈ શકે છે વરસાદી માહોલઃ અંબાલાલ

Follow Us
Loading...
Unable to load recommendations.