Junagadh : ભવનાથ ક્ષેત્ર બન્યું વિવાદનો અખાડો ! મંજૂરી વગર જ અતિથિ ભવન બનાવ્યું હોવાનું મહેશગીરી બાપુનો આક્ષેપ, જુઓ Video

| Edited By: | Updated on: Dec 06, 2024 | 3:17 PM

જૂનાગઢમાં ગિરનાર અંબાજી મંદિરની ગાદી બાદ ભવનાથ અતિથિ ભવનનો વિવાદ સામે આવ્યો છે. ભવનાથના અતિથિ ભવનને લઈને અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મહેશગીરી બાપુએ ફરી એક વાર હરિગીરી બાપુ પર ગંભીર આક્ષેપ કર્યા છે.

જૂનાગઢમાં ગિરનાર અંબાજી મંદિરની ગાદી બાદ ભવનાથ અતિથિ ભવનનો વિવાદ સામે આવ્યો છે. ભવનાથના અતિથિ ભવનને લઈને અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મહેશગીરી બાપુએ ફરી એક વાર હરિગીરી બાપુ પર ગંભીર આક્ષેપ કર્યા છે.

ભવનાથ ક્ષેત્ર બન્યું વિવાદનો અખાડો !

ભવનાથ મંદિર ટ્રસ્ટની જગ્યા પર ગેરકાયદેસર અતિથિ ભવન બનાવ્યો હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. પાંચ માળનું પ્રેમગીરી અતિથિ ભવન કોની પરવાનગીથી બનાવ્યું છે તે અંગે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે. ભવન બન્યાને પાંચ વર્ષ છતાં હિસાબ રજૂ ન કર્યાનો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મહેશગીરી બાપુએ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે.

મહેશગીરી બાપુના ફરી એકવાર ગંભીર આક્ષેપ

જૂનાગઢના ભવનાથ મંદિર સાથે લાખો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. ત્યારે મહેશગીરી બાપુનો આક્ષેપ છે કે આ જગ્યા પર અતિથિ ભવનના નિર્માણ માટે મનપાની મંજૂરી પણ લેવામાં નથી આવી. એટલું જ નહીં અતિથિ ભવનનું સંચાલન એક હોટેલની જેમ થતું હોવાના પણ મહેશગીરી બાપુએ આક્ષેપો કર્યા છે.

મહેશગીરી બાપુનો આરોપ છે કે 22 લાખ રૂપિયાના કોન્ટ્રાક્ટથી અતિથિ ભવનનું સંચાલન કોઈ વ્યક્તિને સોંપવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની રોકટોક વગર રૂમ છોકરા-છોકરીઓને પણ ભાડે અપાય છે. ત્યારે આ સમગ્ર મામલે તપાસ થાય તે જરૂરી છે.