Rajkot માં પોલીસ કમિશ્નર દ્વારા કથિત વસૂલીના ધારાસભ્યના આક્ષેપ બાદ કોંગ્રેસ મેદાનમાં
ગુજરાતમાં રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા કથિત રીતે ડૂબેલા નાણા વસૂલવા માટે ટકાવારી વસૂલવાના ધારાસભ્ય ગોવિંદ પટેલના આક્ષેપ બાદ રાજકારણ ગરમાયું છે. જેના પગલે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ પર કટાક્ષ સાથે આકરા પ્રહાર કર્યા છે.
ગુજરાતમાં રાજકોટ(Rajkot)પોલીસ કમિશ્નર દ્વારા કથિત રીતે ડૂબેલા નાણા વસૂલવા માટે ટકાવારી વસૂલવાના ધારાસભ્ય ગોવિંદ પટેલના(Govind Patel) આક્ષેપ બાદ રાજકારણ ગરમાયું છે. જેના પગલે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે(Jagdish Thakor) ભાજપ પર કટાક્ષ સાથે આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે નાણાં પડાવવા, લોકોને ધાકધમકી આપવી, તેમજ આ રીતે એકત્ર કરેલા નાણાંનો રાજનીતિમાં રાજકીય ખળભળાટ ઉભો કરવા ઉપયોગ કરવો એ પક્ષની ગળથૂથી છે તેમના પક્ષના જન્મમાં છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ પોલીસ કમિશનર પર રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો છે. ગોવિંદ પટેલે આ અંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખીને પણ રજુઆત કરી છે. ગોવિંદ પટેલનો આરોપ છે કે પોલીસ કમિશનર ડૂબેલા નાણા વસૂલવા માટે ટકાવારી લે છે.
તેમણે લખેલા પત્ર મુજબ, શ્રી હર્ષભાઇ, રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રીના કામગીરીથી આપને મેં વાકેફ કરેલ છે. તેઓ કોઇ મવાલી ગુંડા લોકો જે રીતે કોઇની ઉઘરાણી લેણી નીકળતી હોય અને સામેની પાર્ટી પૈસા ન આપતી હોય તેવા સંજોગોમાં પૈસાની ઉઘરાણી કરવાના હવાલા પણ સંભાળી રહ્યા છે. જેના ઘણા કિસ્સાઓ રાજકોટમાં બનેલ છે.
પરંતુ, એક કિસ્સામાં આપને લેખિત ફરિયાદ રાજકોટના મહેશભાઇ સખીયાએ કરેલ છે. તેમની સાથે 8 મહિના પહેલા આશરે 15 કરોડનું ચીટીંગ થયેલ જે અંગે FIR નહીં કરીને મહેશભાઇ પાસેથી ઉઘરાણીના જે રૂપિયા આવે તેમાંથી 15 ટકા લેખે હિસ્સો માંગેલ અને તે પ્રમાણે ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરીને સાતેક કરોડની વસુલાત કરેલી જે પૈકી 75 લાખ રૂપિયા કમિશનરે તેના પીઆઇ મારફતે વસુલે કરેલા અને બાકીના 30 લાખની ઉઘરાણી જે તે પીઆઇ ફોનથી કરી રહ્યા હતા જે રકમ આવેલ નથી.
ત્યારબાદ આપને ફરિયાદ થતા એફઆઇઆર દાખલ કરી 2 આરોપીને પકડયા હતા. એક આરોપી હજુ ફરાર છે જેણે આ જ નાણાથી એક ફલેટ પણ લીધો છે. આમ પોલીસ કમિશનર આવા ડુબેલા નાણાની ટકાવારીથી વસુલવાનું પણ કામ કરે છે.
આ પણ વાંચો : Ahmedabad : સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના દાણીલીમડાના કોર્પોરેટર જમના વેગડા નવા વિવાદમાં સપડાયા
આ પણ વાંચો : Surat : વરાછા વિસ્તારમાં લારી ગલ્લા વાળાઓનું કાયમી ન્યુસન્સ, બરોડા પ્રિસ્ટેજમાં ફરી વખત દબાણ દૂર કરાયા