બોટાદ : ઝેરી દારૂકાંડ મામલે રાજકારણ તેજ,કોંગ્રેસે કહ્યું ‘ગૃહ વિભાગના રાજમાં દારૂની રેલમછેલમ’

|

Jul 26, 2022 | 8:16 AM

મનિષ દોશીએ કહ્યું કે,ભ્રષ્ટાચારનું એપિસેન્ટર એવા ગૃહ વિભાગના રાજમાં લાખો લીટર દારૂ ગુજરાતમાં ઠલવાય છે.ગુજરાત સરકારનું ગૃહ વિભાગ (Department of home affairs) મોટી જાહેરાતો કરે અને બુટલેગરો બેફામ દારૂનો વેપલો કરે છે.

Botad Lathha kand : બોટાદમાં ઝેરી દારૂકાંડ મામલે કોંગ્રેસના (Congress) પ્રવક્તા મનિષ દોશીએ (Manish Doshi) રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા છે. મનિષ દોશીએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર એવા ગૃહ વિભાગના રાજમાં લાખો લીટર દારૂ ગુજરાતમાં ઠલવાય છે.ગુજરાત સરકારનું ગૃહ વિભાગ (Department of home affairs) મોટી જાહેરાતો કરે અને બુટલેગરો બેફામ દારૂનો વેપલો કરે છે. ભૂતકાળમાં ભાજપના જ સાંસદે પોલીસ (Gujarat Police) દારૂના વેપાર માટે પાયલોટિંગ કરતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

ઝેરી દારૂ 22 લોકોને ભરખી ગયો !

બોટાદના (Botad) કથિત લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 22 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે.ભાવનગરમાં (bhavnagar) હજુ 33 લોકો સારવાર હેઠળ છે, જેમાં 5 વ્યક્તિની સ્થિતિ અતિ ગંભીર છે.બીજી તરફ પોલીસે (gujarat Police) સમગ્ર કેસમાં રાજુ પિંટુ નામના એક શખ્સની અટકાયત કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે, આ કેમિકલથી દારૂ બનાવાતો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, પિંટુ કેમિકલ અમદાવાદથી (Ahmedabad) લાવતો હતો અને લોકલ બુટલેગરને મોકલતો હતો.

બોટાદ જિલ્લાની આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi)  આ અંગે બોટાદ પોલીસ પાસે જવાબ માગ્યો છે. મૃતક પૈકી 2ની અંતિમ વિધિ ગઈ કાલે જ થઈ ચૂકી છે આ ઘટનામાં દારૂ વિક્રેતા અને ઉત્પાદક બંનેની ધરપકડ કરવામાં આવી છે.

Next Video