Gujarati Video : ડો. અતુલ ચગના આપઘાત કેસમાં પોલીસ ફરિયાદ ન નોંધાતા કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, ભાજપ સાંસદ પર લગાવ્યા ગંભીર આરોપ
Gir Somnath News : મૃતકના પરિવારે સાંસદ અને તેના પિતા સામે FIRની માગ કરી છે, છતાં પોલીસ કેમ ફરિયાદ સ્વીકારતી નથી? તેવો કોંગ્રેસે સવાલ કર્યો હતો.
ગીર સોમનાથના વેરાવળના તબીબ અતુલ ચગના આપઘાત કેસમાં હજુ સુધી પોલીસ ફરિયાદ નહીં નોધાતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. ગીર સોમનાથના કોંગ્રેસ પ્રભારી મહેશ રાજપૂતે ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા પર ગંભીર આરોપ લગાવ્યા છે અને કહ્યું કે, ભાજપના સાંસદ સામે કેમ FIR થતી નથી.
મૃતકના પરિવારે સાંસદ અને તેના પિતા સામે FIRની માગ કરી છે, છતાં પોલીસ કેમ ફરિયાદ સ્વીકારતી નથી? તેવો કોંગ્રેસે સવાલ કર્યો હતો. વધુમાં કહ્યું કે, એક તરફ ગૃહરાજ્ય પ્રધાન પોલીસ ગુનામાં કોઈને છોડ઼શે નહીં તેવી વાત કરે છે, તો તબીબ અતુલ ચગના પરિવારને ન્યાય ક્યારે મળશે.
સૂસાઇડ નોટ હેન્ડ ટાઇટિંગ એક્સપર્ટને મોકલાઇ
આ કેસની ઝડપી તપાસ ચાલી રહી છે ત્યારે ડોક્ટરે લખેલી સૂસાઇડ નોટ હેન્ડ ટાઇટિંગ એક્સપર્ટને પણ મોકલવામાં આવી છે. મૃતક તબીબનો મોબાઇલ ફોન પણ FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં હજી સુધી પરિવારજનો દ્વારા વિશેષ કોઈ નિવેદન લખાવવામાં આવ્યું નથી. જોકે પરિવારજનોએ અપીલ કરી હતી કે આ કેસમાં કોઈ રાજકીય દખલગીરી ન થાય અને કેસની સ્પષ્ટ તપાસ થાય.
અતુલ ચગના પુત્રએ સાંસદ રાજેશ ચુડાસમા સામે લગાવ્યા ગંભીર આરોપ
ડો. અતુલ ચગના પુત્રએ પણ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા પર અનેક સનસનીખેજ આરોપો લગાવ્યા છે. ડો. અતુલ ચગના પુત્રએ સાંસદ રાજેશ ચુડાસમા વિરૂદ્ધ પોલીસને અરજી આપી છે. જેમાં તેમણે રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા પર ગંભીર આક્ષેપો કર્યા છે. ડો. અતુલ ચગના પુત્રએ રાજેશ ચુડાસમા સત્તાનો દૂરઉપયોગ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે હિતાર્થ ચગે રાજેશ ચુડાસમાને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરી છે સાથે જ ન્યાય તંત્ર અને પોલીસ યોગ્ય ન્યાય આપશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.