Panchmahal : જીએફએલ કંપની બ્લાસ્ટમાં મૃતકના પરિજનોને કંપની 20 લાખની સહાય ચૂકવશે, ઇજાગ્રસ્તોને સાત લાખની સહાય
આ દુર્ઘટનામાં પીડિતોને આર્થિક સહાય આપવા અંગે કંપનીના સત્તાધિશોએ નિવેદન આપ્યું છે.કંપનીએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને 20 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા સાત લાખની સહાય આપશે
પંચમહાલના(Panchmahal)હાલોલમાં(Halol)જીએફએલ(GFL)કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં(Blast)વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. SDRFની ટીમના સર્ચ ઓપરેશનમાં વધુ એક મૃતદેહ મળી આવ્યો છે.. હાલ આ ઘટનામાં મૃત્યુઆંક 7 પર પહોંચી ગયો છે. જ્યારે નવ લોકો ઇજાગ્રસ્ત છે. જ્યારે દુર્ઘટનામાં પીડિતોને આર્થિક સહાય આપવા અંગે કંપનીના સત્તાધિશોએ નિવેદન આપ્યું છે.કંપનીએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને 20 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા સાત લાખની સહાય આપશે સાથે જ દુર્ઘટનાની તપાસ માટે ટેક્નિકલ ટીમ કામ કરી રહી હોવાનું પણ નિવેદન આપ્યું હતું.
જેમાં SDRF અને કંપનીના ફાયર બ્રિગેડની ટીમે સર્ચ શરૂ કર્યું છે. બીજી તરફ સમગ્ર ઘટનાની તપાસ હાલોલ CPIને સોંપવામાં આવી છે. આ દુર્ઘટનામાં ઘાયલ 9 કામદારો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે..જ્યારે જ્યારે 1 કામદારની હાલત વધુ ગંભીર હોવાથી વડોદરા રિફર કરાયો છે..
મહત્વનું છે કે ગુરુવારે રણજીતનગર સ્થિત GFL કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. જેના ધડાકાનો અવાજ 10 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. જ્યારે 5 કિલોમીટર સુધીના વિસ્તારમાં વાહન-વ્યવહાર અને સામાન્ય લોકોની અવર-જવર બંધ કરી દેવાઈ હતી.સેફ્ટી કીટ પહેરીને ફાયરની ટીમો કંપનીની અંદર પ્રવેશી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી..હાલોલ, કાલોલ, ગોધરા તેમજ ખાનગી કંપનીના ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને 5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચો : Ahmedabad : ટ્રાફિક વિભાગમાં નવા વાહન અને સાધનો ઉમેરાયા, ટ્રાફિક વિભાગની કામગીરી સરળ બનશે
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી, 3 દિવસ રહેશે ઠંડીનો ચમકારો