કોંગ્રેસ કાર્યાલય બહાર કરાયેલા પથ્થરમારાને કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે ગણાવ્યો કાયરતાપૂર્ણ હુમલો- જુઓ Video

|

Jul 05, 2024 | 4:09 PM

આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવવાના છે એ પહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત આવી પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર કરાયેલા પથ્થરમારાની ઘટનાને વખોડી છે અને હુમલાને કાર્યરતાપૂર્ણ ગણાવ્યો છે.

અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર મંગળવારે થયેલા પથ્થરમારાની ઘટના બાદ પ્રભારી મુકુલ વાસનિક આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આવતીકાલે રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે છે આવવાના છે એ પહેલા વાસનિક આજે અમદાવાદ પહોંચ્યા છે. કોંગ્રેસ કાર્યાલય બહાર કરાયેલા પથ્થરમારાને વાસનિકે કાયરતાપૂર્ણ હુમલો ગણાવ્યો. વાસનિકે જણાવ્યુ કે એવુ લાગી રહ્યુ હતુ કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપના કામ કરવામાં બદલાવ આવશે પરંતુ ભાજપની કાર્યપદ્ધતિમાં કોઈ બદલાવ થયો નથી. જ્યાંથી ગાંધીજીનો અહિંસાનો સંદેશ પુરી દુનિયામાં ગયો ત્યાં હિંસાની રાજનીતિ થઈ રહી છે.

સત્તાધારી પાર્ટી કોંગ્રેસને દબાવવાનો પ્રયાસ કરી રહી છે- વાસનિક

રાહુલ ગાંધીના ગુજરાત આવવા અંગે વાસનિકે જણાવ્યુ કે આજની બેઠકમાં રાહુલ ગાંધીના પ્રવાસની રૂપરેખા નક્કી થશે. વાસનિકે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા કે અમારા કાર્યાલય પર હુમલો કરનારાની ફરિયાદ લેવાઈ છે અને અમારી નથી લેવાઈ રહી. કોંગ્રેસની ફરિયાદ ન લેવી એ બાબત જ સ્પષ્ટ કરે છે કે સત્તાપક્ષ સાથ આપી રહ્યો છે. સત્તાધારી દળ કોંગ્રેસને દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

રાહુલ ગાંધી અગ્નિકાંડના પીડિતોને મળશે

અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર દેખાવ કરવા માટે આવેલા ભાજપના કાર્યકરો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. આ પથ્થરમારાની ઘટનામાં પોલીસે માત્ર એકતરફી કાર્યવાહી કરી કોંગ્રેસની ફરિયાદ ન લેતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ તમામ ઘટનાક્રમની નોંધ લેતા રાહુલ ગાંધી શનિવારે ગુજરાત આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદમાં રાજકોટ અગ્નિકાંડના પીડિતો સાથે પણ મુલાકાત કરશે. આ અગાઉ તેમણે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પીડિત પરિવારો સાથે વાતચીત કરી હતી અને તેમને ન્યાય અપાવવાનુ આશ્વાસન આપ્યુ હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 3:49 pm, Fri, 5 July 24

Next Video