ભાજપના વિકાસ મોડેલમાં ભ્રષ્ટાચાર કેન્દ્ર સ્થાને, રાજકોટના સાંસદે ફાયર NOC માટે લાંચ આપવી પડે, કોંગ્રેસનો આરોપ- Video

|

May 30, 2024 | 5:19 PM

કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ રાજકોટની ઘટના અંગે સરકાર પર પ્રહાર કર્યા કે રાજકોટ લોકસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ ફાયર NOC મામલે 70 હજારની લાંચ આપવી પડે તે જ બતાવે છે કે ભાજપના વિકાસ મોડેલમાં ભ્રષ્ટાચાર કેન્દ્ર સ્થાને છે અને દરેક વિભાગમાં દરેક કામના ચોક્કસ ભાવ છે.

ભાજપના સાંસદ પોતાના જ એક નિવેદનથી વિવાદમાં આવ્યા છે. રાજકોટથી રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવતા ગંભીર આક્ષેપ કર્યો કે રાજકોટ મનપામાં રૂપિયા વગર કંઈ જ કામ થતા નથી. એક સમયે મનપાના ફાયર ઓફિસર ભીખા ઠેબાએ તેમની પાસેથી પણ ફાયર NOC માટે 70 હજાર રૂપિયા લીધા હતા અને 70 હજાર લીધા બાદ પણ ફાયર NOC મળી ન હતી. જો કે જે તે સમયે રામ મોકરિયા સાંસદ ન હતા.

મોકરિયાના આ દાવા બાદ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. મનિષ દોશીએ પ્રહાર કર્યો કે ભાજપના હાલના સાંસદે ખુદ ક્યુ કે 70 હજાર રૂપિયા લાંચ આપીને જે તે સમયે ફાયર NOC મેળવી હતી. તેમણે કહ્યુ સામાન્ય જનતાના રોજબરોજ સામાન્ય કામ માટે લાંચ આપીને જ કામ થાય છે. તેનો આ વધુ એક પુરાવો છે. મનિષ દોશીએ કહ્યુ ભાજપના વિકાસ મોડેલમાં ભ્રષ્ટાચાર કેન્દ્ર સ્થાને છે અને દરેક વિભાગમાં દરેક કામના ચોક્કસ ભાવ છે.

આ પણ વાંચો: રાજકોટમાં TRP ગેમઝોનની 2021થી જગ્યા વધારતા હોવાના TV9ને મળ્યા પુરાવા, મનપાની TP શાખા અને ફાયર વિભાગની કામગીરી શંકાના દાયરામાં

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video