બરોડા ડેરી વિવાદમાં આખરે ઘી ના ઠામમાં ઘી ઢોળાયું, ચેરમેન દીનુમામા અને MLA કેતન ઈનામદાર વચ્ચે સમાધાન

Baroda Dairy Controversy : બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવનાર MLA કેતન ઈનામદાર અને ચેરમેન દીનુમામા વચ્ચે સમાધાન થયું, પણ સૌથી મોટો સવાલ એ છે કે શું ભ્રષ્ટાચારની તપાસ થશે ?

VADODARA : બરોડા ડેરી વિવાદમાં MLA કેતન ઈનામદાર અને ચેરમેન દીનુમામા વચ્ચે સમાધાન થતા આખરે ઘી ના ઠામમાં ઘી ઢોળાયું છે. સમાધાન થતા બરોડા ડેરી વિવાદમાં ભાજપના બે આગેવાનો વચ્ચેનો શાબ્દિક જંગ શાંત થયો છે. વડોદરાના સાંસદ સહિત ભાજપના મોવડીઓની મધ્યસ્થતાથી બંને નેતાઓ વચ્ચે સમાધાન થયું છે. ધારાસભ્ય કેતન ઈનામદાર અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ એક મંચ પર જોવા મળ્યાં હતા. કેતન ઈનામદારે કહ્યું, “બરોડા ડેરીમાં થતા ભ્રષ્ટાચાર મુદ્દે તપાસ અને યોગ્ય કાર્યવાહીની દિનેશ પટેલે ખાતરી આપી છે.મારી લડાઈ પશુપાલકોના હિતમાં હતી અને આગળ પણ મને કોઈ ફરિયાદ મળશે તો હું ધ્યાન દોરતો રહીશ.”કેતન ઈનામદારે કહ્યું કે તેમણે દિનુમામા પર ક્યારેય કોઈ વ્યક્તિગત આરોપ લગાવ્યો નથી.

બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર અંગે છેલ્લા લગભગ બે મહિનાથી વિવાદ શરૂ થયો હતો. કેતન ઈનામદાર પહેલા મધુ શ્રીવાસ્તવ પણ ડેરીના સંચાલન સામે સવાલો ઉઠાવી ચૂક્યા છે. વડોદરાના વાઘોડિયા તાલુકાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે એક વિવાદિત નિવેદન આપી બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યા હતા.

ત્યારબાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ડેરીના સત્તાધીશો સામે મોરચો માંડ્યો હતો. કેતન ઇનામદારે કુલ 13 મુદ્દાની ફરિયાદ સાથે રાજ્યના સહકાર પ્રધાન ઇશ્વરસિંહને પત્ર લખ્યો છે.પત્રમાં ડેરીના સત્તાધીશો પર સભાસદોને નફાની રકમ ન અપાતી હોવાનો આરોપ લગાવ્યો હતો. કેતન ઇનામદારે સીધો આરોપ હતો કે હાલના સત્તાધીશો બરોડા ડેરીને મોટું આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોમાં સભાસદોને એડવાન્સ પણ નહોતી અપાઇ, ત્યારે ડેરીના ગેરવહીવટને પગલે સભાસદોની આર્થિક સ્થિતિ કથળી હોવાનો આરોપ લાગ્યો હતો.

આ પણ વાંચો : Gandhinagar : ગુજરાતની FDIમાં અનન્ય સિદ્ધિ, મૂડીરોકાણ ક્ષેત્રે હવે વિકસિત દેશો સાથે તુલના થવી જોઈએ : નીતિ આયોગના વાઇસ ચેરમેન

Click on your DTH Provider to Add TV9 Gujarati