Sabarkantha : BZ જેવી વધુ એક પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ, AR કન્સલ્ટન્સી 3થી 10 ટકા વ્યાજ-વળતર આપવાની આપી હતી લાલચ, જુઓ Video
સાબરકાંઠાના હિંમતનગરમાં AR કન્સલ્ટન્સીમાં રુપિયા ફસાયા હોવાની ફરિયાદ નોંધાવામાં આવી છે. હિંમતનગરના વ્યક્તિના 4.46 લાખ રુપિયા ફસાયાનો દાવો કરવામાં આવે છે.
સાબરકાંઠામાં BZ જેવી વધુ એક પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં AR કન્સલ્ટન્સીમાં રુપિયા ફસાયા હોવાની ફરિયાદ નોંધાવામાં આવી છે. હિંમતનગરના વ્યક્તિના 4.46 લાખ રુપિયા ફસાયાનો દાવો કરવામાં આવે છે. BZ પર દરોડાની કાર્યવાહી સમયથી AR કંપનીએ પૈસા ચૂકવવાનું બંધ કર્યું હતું. મૂડી પર 3 થી 10 ટકા વ્યાજ-વળતર આપવાની લાલચ આપી હતી. હિંમતનગર પોલીસે AR કન્સલ્ટન્સીના સંચાલકો સામે ગુનો નોંધ્યો છે.
આરોપી અજય મકવાણાએ બીટકોઈન અને USDTમાં બાય-સેલ કરતા હોવાની વાતો કરી હતી. આ મામલે DySP કક્ષાના અધિકારીના વડપણ હેઠળની તપાસ સમિતિની રચના થઈ શકે છે. SITની રચના બાદ તપાસનો ધમધમાટ શરૂ થશે. SP સાબરકાંઠા દ્વારા તપાસ અને ફરિયાદ સંદર્ભે મહત્વના ખુલાસા જાહેર થઈ શકે છે.
હિંમતનગરમાં AR કન્સલ્ટન્સી સામે ફરિયાદ નોંધાઈ
ઉલ્લેખનીય છે કે સાબરકાંઠામાં બીઝેડ કૌભાંડ બાદ એક ડઝન જેટલી પોન્ઝી સ્કીમની ઓફિસો હિંમતનગરમાં ટપોટપ બંધ થઈ ગઈ છે. હવે આવા કૌભાંડમાં વધુ એક નામ સામે આવ્યું છે. AR કન્સલ્ટન્સી જેણે 3થી 10 ટકા સુધીનું વ્યાજ ચુકવવાની લાલચ આપી હતી. પરંતુ થોડોક સમય વળતર ચૂકવી, ત્યાર બાદ પૈસા આપવાનું બંધ કરી દેવાયું. AR પોન્ઝી સ્કીમને લઈ CID ક્રાઈમ અને સ્થાનિક પોલીસ સામે રજૂઆતો થઈ હતી. GPID એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.
આ મામલે અજય રજુસિંહ મકવાણા, રજુસિંહ મકવાણા અને વનરાજ દિલિપસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાઈ છે. ગત ડિસેમ્બર માસથી સંચાલકો ઓફિસ બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. બીઝેડ કૌભાંડ સામે આવતા જ AR ગ્રૂપના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા. સાબરકાંઠા અને અરવલ્લી સહિત રાજ્યમાં અનેક રોકાણકારો હોવાની આશંકા છે. ત્યારે હવે ફરિયાદ નોંધાતા AR ગ્રૂપનું કરોડોનું પોન્ઝી સ્કીમ કૌભાંડ સામે આવવાની શક્યતા છે.
