માર્ચ-મે 2024ના કમોસમી વરસાદથી ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન અંગે 7 જિલ્લાના 11 હજારથી વધુ ખેડૂતોને ચૂકવાશે વળતર

|

Jul 09, 2024 | 12:40 PM

ગુજરાતમાં ચાલુ વર્ષે માર્ચ અને મે મહિનામાં વરસેલા કમોસમી વરસાદને કારણે, સાબરકાંઠા, મહેસાણા, ખેડા, અરવલ્લી, નર્મદા, સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને નુકસાન થયું હતું. સરકારે આ સાત જિલ્લાના 11 હજારથી વધુ ખેડૂતોને નુકસાન અંગે SDRFના ધારાધોરણ અનુસાર સહાય ચૂકવવાનું શરૂ કર્યું છે.

ગુજરાતમાં ચાલુ વર્ષે માર્ચ અને મે મહિનામાં થયેલા કમોસમી વરસાદથી કેટલાક જિલ્લામાં ખેતી ક્ષેત્રે નુકસાન થવા પામ્યું હતું. ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન અંગે સરકારને રજૂઆત કરાઈ હતી. જેના અનુસંધાને સરકારે નીતિ નિયમ અનુસાર સર્વે કરાવીને નુકસાનગ્રસ્ત ખેડૂતોને SDRF અનુસાર આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. હવે ગુજરાત સરકારે માર્ચ અને મે મહિનામાં વરસેલા કમોસમી વરસાદથી સાત જિલ્લામાં ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન અંગે 11 હજારથી વધુ ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી છે.

માર્ચમાં કયા જિલ્લાના ખેડૂતોને થયુ હતુ નુકસાન

ગુજરાતમાં ચાલુ વર્ષે માર્ચ અને મે મહિનામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે ઉત્તર – મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં ખેતી ક્ષેત્રે નુકસાન થવા પામ્યું હતું. જેમાં મુખ્યત્વે માર્ચ 2024 મા સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેતી ક્ષેત્રે નુકસાન થવા પામ્યું હતું. જ્યારે મે 2024માં નર્મદા, સુરત અને વલસાડ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેતી ક્ષેત્રે નુકસાન થયું હતું.

મે મહિનામાં કમોસમી વરસાદથી કયા જિલ્લાના ખેડૂતોને નુકસાન થયુ હતું

ગુજરાત સરકારે માર્ચ અને મેં 2024મા થયેલ કમોસમી વરસાદથી ખેતી ક્ષેત્રે જે ખેડૂતને નુકસાન થયું હતું તેવા ખેડૂતોને સહાય ચુકવવાની શરૂઆત કરી છે. માર્ચ 2024 મા થયેલા કમોસમી વરસાદને કારણે, સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીના ખેડૂતોને નુકસાન થયુ હતુ. આ ચાર જિલ્લાના 9674 ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે સહાય ચૂકવાશે.

Published On - 3:40 pm, Mon, 8 July 24

Next Video