આજનું હવામાન : રાજ્યમાં ઠંડીનો માહોલ જોવા મળે તેવી સંભાવના, જુઓ વીડિયો
રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી સંભાવના છે. અમદાવાદ, અમરેલી, અરવલ્લી, આણંદ, બોટાદ,છોટાઉદેપુર, ડાંગ, ખેડા, તાપી સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળે છે. તેમજ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી સંભાવના છે. અમદાવાદ, અમરેલી, અરવલ્લી, આણંદ, બોટાદ,છોટાઉદેપુર, ડાંગ, ખેડા, તાપી સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ,મહીસાગર,નર્મદા, પંચમહાલ,રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
આ ઉપરાંત બનાસકાંઠા, કચ્છ,મહેસાણા સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે અમદાવાદ, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Feb 11, 2024 08:38 AM
Latest Videos